અમદાવાદ : અમદાવાદને ભારતના પ્રથમ હેરીટેજ સિટીનો દરજ્જો આપવામાં આવ્યો.તેનું મુખ્યત્વે કારણ એ છે કે અમદાવાદમાં એવા ઘણા બાંધકામ છે જે 100 વર્ષ જૂના અને અત્યંત મહત્વના છે.
તેમાંથી ખમાસા સર્કલ પાસે આવેલી 150 વર્ષ જુની શાળા પણ છે જેનું LXS ફાઉન્ડેશન દ્વારા ઈનોવેટિવ સેન્ટરમાં રિસ્ટોરેશન કરવામાં આવશે.
આ સેન્ટરમાં અંડરપ્રિવલેજડ ગર્લ્સના અભ્યાસ સાથે સાથે સ્કીલ ડેવલપમેન્ટ પણ કરવામાં આવશે.
LXS ફાઉન્ડેશનના સહ સંસ્થાપક સંસ્કૃતિ પંચાલે કહ્યું કે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સાથે મળીને LXS ફાઉન્ડેશન આવનારા બે વર્ષોમાં 150 વર્ષ જુની શાળાના આ બિલ્ડીંગને કિશોરીઓ માટે એક નવા બિલ્ડીંગના રૂપે વિકસિત કરશે. આ પ્રોજેક્ટ પાછળ 3.2 કરોડ ખર્ચ થવાનો અંદાજ છે.