Fri. Apr 26th, 2024

અમિત શાહ 19 ફેબ્રુઆરીએ આવશે ગુજરાત,સુરતમાં સહકાર સંમેલનમાં તેઓ હાજરી આપશે

By Jantanews360 Team Feb8,2022

આગામી 19 ફેબ્રુઆરીએ કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ સુરત આવશે. સુરત જિલ્લાના બાજીપૂરા ખાતે સહકાર સંમેલનમાં તેઓ હાજરી આપશે.કેન્દ્રીય સહકારી પ્રધાન અમિત શાહનું બાજીપુરાના કાર્યક્રમમાં સન્માન કરાશે. સમગ્ર દક્ષિણ ગુજરાતની તમામ દૂધ મંડળીઓ અને સહકારી મંડળીઓના પ્રતિનિધિઓની હાજરીમાં સહકારીત સંમેલન યોજાશે. સુમુલ ડેરી દ્વારા સંમેલનનું આયોજન કરાયું છે.

સુરત અને તાપી જિલ્લામાં અંદાજિત 6 હજાર મંડળીઓ આવેલી છે, તેમજ તેના થકી વર્ષે 10 હજાર કરોડ ખેડૂતોને આવક મળી રહે છે. તેમાં પણ સમગ્ર રાજ્યમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતના ખેડૂતો મંડળી થતી સમૃદ્ધ થઇ થયા છે. ત્યારે આ કાર્યક્રમમાં દૂધ મંડળીઓ અને સહકારી મંડળીઓના પ્રતિનિધિઓની હાજરી રહેશે. તેમના દ્વારા અમિત શાહનું સન્માન કરવામાં આવશે.

અહેવાલ: પંકજ જોષી 

By Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights