અમેરિકાના ન્યૂપોર્ટ ન્યૂઝ શહેરના કન્વીનિયન્સ સ્ટોરમાં બુધવારે રાત્રે એક અમેરિકન સહિત ગુજરાતી યુવકની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. મૃતકોના નામ પ્રેયસ પટેલ અને એડવર્ડ થૉમસ છે. મૂળ ગુજરાતના આણંદ શહેરમાં રહેતા 52 વર્ષીય પ્રેયસ કન્વીનિયન્સ સ્ટોરમાં કામ કરતા હતા. બદમાશ આ ઘટનાને અંજામ આપ્યા બાદ કેશ બોક્સ અને કેટલોક સામાન લઈને ફરાર થઈ ગયા હતા. ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. લૂંટારુઓએ કેશ તેમના હવાલે કરવા માટે પહેલા થૉમસને માર મારવાનો શરૂ કરી દીધો હતો, આથી પ્રેયસે તેને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન એક લૂંટારાએ તેને અને થૉમસ બંનેને ગોળી મારી દીધી હતી. પ્રેયસના મોટા ભાઈ પરિવારના કેટલાક સભ્યોની સાથે અમેરિકા જવા માટે રવાના થઈ ગયા છે.

પ્રેયસ પટેલના પરિવાર પાસેથી મળેલી જાણકારી અનુસાર, પ્રેયસ પટેલ આશરે એક વર્ષથી ન્યૂપોર્ટ ન્યૂઝ શહેરના ક્લીન ક્રીક પાર્કવેમાં સ્થિત કન્વીનિયન્સ સ્ટોરમાં કામ કરી રહ્યા હતા. આ સ્ટોરમાં તેમની સાથે એડવર્ડ થૉમસ નામનો અન્ય એક કર્મચારી પણ હતો. સ્ટોર સંભાળવાની જવાબદારી આ બંને પર જ હતી. બુધવારે રાત્રે ત્રણ નકાબધારી સ્ટોરમાં દાખલ થયા હતા અને બંને પર ગોળીઓ વરસાવી દીધી હતી. ત્યારબાદ લૂંટની ઘટનાને અંજામ આપીને તેઓ ફરાર થઈ ગયા હતા.

ગોળીબારનો અવાજ સાંભળીને પાડોશના લોકોએ પોલીસને સૂચના આપી દીધી હતી. સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તેઓ બંનેને હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે, ઘણું લોહી વહી જવાના કારણે બંનેના હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત થઈ ગયા હતા. સ્ટોરનો સર્વેલન્સ કેમેરા કામ કરી રહ્યો હતો અને તપાસમાં મદદરૂપ થયો છે પરંતુ, પોલીસ અધિકારીઓએ ફૂટેજમાં શું કેપ્ચર થયુ છે તે કહેવાનો પણ ઈન્કાર કરી દીધો હતો.

તેમણે કહ્યું કે, ત્યાં એક શૂટર હોવાનું માનવામાં આવે છે પરંતુ, પોલીસ હજુ ફૂટેજની તપાસ કરી રહી છે. પોલીસે CCTV ફુટેજના આધાર પર કેટલાક અશ્વેત સંદિગ્ધોને કસ્ટડીમાં લીધા હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે, ત્યાં આવેલા શૂટરનું વધારે વર્ણન બહાર આવતા કદાચ વાર લાગી શકે છે.

By Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.

You cannot copy content of this page