આ પહેલા માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર એ પણ ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ સસ્પેન્ડ કર્યું હતું.
સોશિયલ મીડિયા કંપની ફેસબુક એ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ના એકાઉન્ટને બે વર્ષ માટે સસ્પેન્ડ કર્યું છે. ફેસબુકનો આ નિર્ણય 7 જાન્યુઆરી 2021 થી અસરકારક માનવામાં આવશે. આ પહેલા માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરએ પણ ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ સસ્પેન્ડ કર્યું હતું.

ટ્વિટર અને ફેસબુક બંને અમેરિકન કંપની છે. 6 જાન્યુઆરીએ વોશિંગ્ટન માં સંસદ સંકુલ પર હિંસા ભડકાવવા બદલ ફેસબુકે ટ્રમ્પના ફેસબુક એકાઉન્ટને ચાર મહિના પહેલા સ્થગિત કરી દીધું હતું. ટ્રમ્પ પર માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર કાયમી પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો છે.

મે મહિનાની શરૂઆતમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ના ખાતાને સસ્પેન્ડ કરવાના ફેસબુકના નિર્ણયથી 1996 ના કોમ્યુનિકેશન્સ ડિસેન્સી એક્ટમાં સુધારાને લઈને સંસદમાં ચર્ચા તેજ થઇ હતી. આ કાયદા હેઠળ ડિજિટલ પ્લેટફોર્મ કંપનીઓને તેમની પાસે સામગ્રી ઉપલબ્ધ રાખવા અને વાંધાજનક સામગ્રી તરીકે દૂર કરવા કાયદાકીય રક્ષણ મળેલું છે. આ કાયદાની કલમ 230 એ ફેસબુક, ટ્વિટર અને ગૂગલ જેવી કંપનીઓને ઘણી શક્તિ આપી છે.

આ કાયદો ત્યારે અમલમાં આવ્યો જ્યારે સોશિયલ મીડિયાની આ શક્તિશાળી કંપનીઓની રચના પણ થઈ ન હતી.
અમેરિકાની સેનેટ કોમર્સ કમિટીના વરિષ્ઠ રિપબ્લિકન સાંસદ રોઝર વિકરે જણાવ્યું હતું કે, “ઘણા સમયથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેમને અપમાનજનક લાગે તેવી સામગ્રીને દૂર કરવા માટે આર્ટિકલ 230 નો ઉપયોગ કરી રહ્યા છે.” આ અંગે ટ્રમ્પ (Donald Trump) અને રાષ્ટ્રપતિ જો બાયડેન દ્વારા સંમત થયા હતા. ટ્રમ્પે રાષ્ટ્રપતિ હતા ત્યારે કલમ 230 રદ્દ કરવાની હાકલ કરી હતી અને તેને “રાષ્ટ્રીય સુરક્ષા અને ચૂંટણી અખંડિતતા માટે ગંભીર ખતરો” ગણાવ્યો હતો. બાયડેનને ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે “તેને તત્કાળ રદ કરવામાં આવે” જોકે રાષ્ટ્રપતિ બન્યા પછી તેમણે આ મુદ્દે કંઇ કહ્યું નહીં.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page