અરવલ્લી જિલ્લામાં ચાલુ ચોમાસાની સિઝનમાં 60 ટકા વરસાદ પડ્યો છે. ઓછા વરસાદના કારણે કપાસના પાન સુકાઈ ગયા છે. કપાસના પાકમાં રોગ થતા ખેડૂતોને પોતાના બિયારણના પૈસા પણ મળે તેમ નથી. ત્યારે હવે ખેડૂતો માત્ર સરકાર સામે આશ રાખીને બેઠા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે સરકાર ખેડૂતોને કેટલી મદદ કરે છે.કપાસના પાકને ખાખરી નામનો રોગ થતા સમગ્ર કપાસનું વાવેતર સુકાઈ ગયુ છે. કપાસનો પાક સુકાઈ જવાના કારણે કપાસનો વિકાસ અટકી ગયો છે.
અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ સારી આવકની આશાએ કપાસનું વાવેતર કર્યું હતું. વાવેતર તો કર્યું પરતું વાવેતર બાદ વરસાદ ખેચાતા ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું. અને કપસાના પાકને નુકસાન થતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો.
અરવલ્લી જિલ્લામાં ચાલુ ખરીફ સીઝનમાં ખેડૂતોએ જિલ્લાની 13 હજાર 769 હેક્ટરની જમીનમાં કપાસના પાકનું વાવેતર કર્યું હતું. વાવેતર બાદ સતત વાતાવરણમાં ફેરફાર થતા કપાસના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. કપાસના પાકને ખાખરી નામનો રોગ થઈ જતા ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે.