અરવલ્લી: માલપુરના અંબાવા ગામના પેટાપરાના લોકો આર.સી.સી રોડથી વંચિત

327 Views

માલપુર તાલુકાના આંબાવા પંચાયતના પેટાપરા ડામોરના મુવાડા આંગણવાડીથી બારીયા પગી ના મુવાડા અને પહાડીયા ને જોડતા રોડ રસ્તાની કોઈ સુવિધા ન હોવાથી ત્યાંના લોકોની કફોડી સ્થિતિ છે. ડામોરના મુવાડામાં આંગણવાડી કેન્દ્ર, પ્રાથમિક શાળા અને ડેરી માં જવા માટે પણ રોડ રસ્તાની સગવડ નથી જેના કારણે બાળકોને વિદ્યાર્થીઓ અને પશુપાલકોને ત્યાં પહોંચવા માટે હાલાકીનો સામનો કરવો પડે છે. એટલુંજ નહી પણ ગામમાં રોડની સગવડ ન હોવાથી ૧૦૮ એમ્બ્યુલન્સ પણ ગામમાં પહોંચી શકતી ન હોવાથી દર્દીઓ ને માણસો દ્વારા ઉપાડીને લઈ જવા પડે છે, અને જો આ દરમિયાન સમયસર દર્દીને સારવાર ન મળે અને દર્દીનું મૃત્યુ થાય તો જવાબદાર કોણ ? સરકાર કે તંત્ર જવાબદાર ખરૂ !…

ત્યાંના સ્થાનિક લોકોએ તેમજ પંચાયત અને સ્થાનિક આગેવાનો દ્વારા લાગતાં વળગતા તંત્રને ગણા લાંબા સમયથી લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવે છે પરંતુ આ આંધળું બહેરુ તંત્ર ત્યાંના સ્થાનિકોની રજૂઆતોને ધ્યાનમાં લેતું નથી, અને ત્યાંના સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ હવે જો તંત્ર દ્વારા તેમની રજૂઆતને ધ્યાનમાં લઈ આર.સી.સી રોડ મંજુર કરવામાં નહી આવેતો લાગતાં વળગતા તંત્ર સામે બાંયો ચડાવીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે….
હવે આ આંધળું બહેરું તંત્ર જાગે અને આંબવા પંચાયત અને એના પેટાપરા ડામોરના મુવાડા ના રહીશોની માંગણીને સ્વીકારી રોડ રસ્તા નું સત્વરે કામ કરાવે તે જરૂરી છે….

રિપોર્ટર: મહેશ ઠાકોર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *