દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા આવનાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તા. 30ના રોજ શિક્ષક ભવન, ઝાલોદ ખાતે તાલિમ શિબિર કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. જેમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનો જંગી બહુમતીથી વિજય થાય તેમજ ઝાલોદમાં તીરંગો લહેરાશે તેવું આહવાન કરવામાં આવ્યું હતું.

શિબિર આયોજકે જણાવ્યું હતું કે દરેક ગામોમાં જઈને ઘરે ઘરે મતાદારોનો પ્રત્યક્ષ સંપર્ક કરીશું, ઝાલોદ તાલુકામાં કોંગ્રેસ પાર્ટીનો તિરંગો લહેરાય તેવો ધ્યાનમાં રાખીને ઝાલોદ ખાતે શિભક ભવનમાં તાલિમ શિબિર કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલિમ શિબિરમાં કોંગ્રેસ પાર્ટીના જિલ્લા પ્રમુ ખ શ્રી હર્ષદભાઈ નિનામા, ઝાલોદ તાલુકાના પ્રમુખ શ્રી મુકેશભાઈ ડાંગી, માજી સાંસદ પ્રભાબેન તાવિડાય, માજી ધારાસભ્ય શ્રી મિતેશભાઈ ગરાસિયા તથા તમામ કોંગ્રેસ સમિતિ પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજરી આપીને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.

You cannot copy content of this page