Sat. Nov 2nd, 2024

આજથી ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ, ભૂલથી પણ ઘરે થી નીકળતા પહેલા આ વાંચી લેજો

તાજા મળતા અહેવાલ મુજબ જે લોકો ૪ વ્હીલર ચલાવતા હોય તેમને માટે એક નવો નિયમ લાગુ પાડવામાં આવ્યો છે માટે આ અંગે ખાસ ધ્યાન રાખવું . મળતી માહિતી અનુસાર આજ રોજ તારીખ ૩જી સપ્ટેમ્બર ના રોજ શહેરની ટ્રાફિક અને તમામ પોલીસ સ્ટેશન ઉપર ખાસ બાજ નજર રાખશે.

જેમની ૪ વ્હીલરમાં કારમાં લાગેલી બ્લેક રંગની ફિલ્મ લગાવનાર ને પોલીસ પકડી પાડશે અને તેના ઉપર ખાસ યોગ્ય કાર્યવાહી કરશે તેવું પોલીસ ના વડા એવા કમિશ્નર શ્રીએ જણાવ્યું હતું અને તેને માટે તેમને ખાસ એક મીટીંગ નું પણ આયોજન કર્યું હતું . આ રીતે કડક કાર્યવાહી સતત ત્રણ દિવસ સુધી રહેશે . પોલીસ કમિશ્નર શ્રી ના આદેશને ધ્યાનમાં રાખીને આ મુખ્ય નિર્ણય લેવાયો છે અને તેને અનુરૂપ આયોજન પણ કરવામાં આવ્યું છે .

તેમને વધુમાં એ પણ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં જે પણ ગુનાઓ થયા છે તેમાં મોટા ભાગે આવી બ્લેક ફિલ્મી વાળી કારનો જ ઉપયોગ થયેલો જોવા મળ્યું છે . તથા આ રીતે બ્લેક ફિલ્મી વાળી કાર ચલાવનારા સામે કડક પગલા પણ લેવામાં આવશે.

આ મુખ્ય નિર્ણય લેવા પાછળ નું એ કારણ છે કે અત્યારે ચાલી રહેલા તહેવારોના ભાગરૂપે અમુક તોફાની અને આવારા તત્વો ને ધ્યાનમાં રાખીને પસી આ નિર્ણય લેવાયો છે . તેમને વધુમાં એ પણ જણાવ્યું હતું કે જે કાર ચાલક પોતે પોતાની ૪ વ્હીલર કારમાં કાચ ઉપરની બ્લેક રંગની ફિલ્મ જો દુર નહિ કરે તો પોલીસ પોતે પણ આ બ્લેક ફિલ્મને દુર કરશે .

Related Post

Verified by MonsterInsights