Ajab Gajab : કોઈ પણ ગુના માટે સજા જરૂર મળે છે. પછી ગુનો નાનો હોય કે મોટો હોય. પરંતુ વિચારો કે ગુનેગારને કોઈ પણ ગુના માટે અજીબો ગરીબ સજા મળે તો કેવું લાગે ?
કોઈ પણ ગુના માટે સજા જરૂર મળે છે. પછી ગુનો નાનો હોય કે મોટો હોય. પરંતુ વિચારો કે ગુનેગારને કોઈ પણ ગુના માટે અજીબો ગરીબ સજા મળે તો કેવું લાગે ? આજે અમે તમને દુનિયાની 5 અજીબો ગરીબ સજા વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે જાણીને આશ્ચર્યચકિત થઇ જશો.
મા બાપના આધારે નહી, પોતાના પગ પર ઊભા રહેવાની સજા
સ્પેનના અંદાલુસિયામાં રહેતા 25 વર્ષીય યુવકે તેના માતા-પિતાએ તેને પોકેટમનીના પૈસા આપવાનું બંધ કરી દેતા આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. જો કે, કોર્ટે માતાપિતાને કંઈ કહેવાને બદલે યુવકને સજા ફટકારી હતી. કોર્ટે કહ્યું હતું કે, આગામી 30 દિવસની અંદર તેણે તેના માતાપિતાનું ઘર છોડીને પગ પર ઉભા રહેવું પડશે.
10 વર્ષ સુધી ચર્ચમાં જવાની સજા
અમેરિકાના ઓક્લાહોમામાં રહેતા 17 વર્ષીય ટાઇલર એલરદ દ્વારા દારૂના નશામાં ડ્રાઇવિંગને કારણે થયેલા અકસ્માતમાં તેના એક મિત્રનું મોત નીપજ્યું હતું. આ ઘટના વર્ષ 2011ની છે. ટાઇલર તે સમયે હાઇસ્કૂલમાં ભણતો હોવાથી હાઇસ્કૂલ અને ગ્રેજ્યુએશન પૂરું કરવાની સજા સંભળાવી હતી. ઉપરાંત કોર્ટે તેને એક વર્ષ સુધી ડ્રગ, આલ્કોહોલ અને નિકોટિન ટેસ્ટ અને 10 વર્ષ માટે ચર્ચમાં જવાની સજા ફટકારી હતી.
ગધેડાની સાથે કુચ કરવાની સજા
2003માં અમેરિકાના શિકાગોમાં રહેતા બે છોકરાઓએ નાતાલની સાંજે ચર્ચમાંથી મૂર્તિની ચોરી કરી હતી મૂર્તિ ચોરી કરવાની સાથે-સાથે નુકસાન પહોંચાડ્યું હતું. આ ગુનામાં દોષી સાબિત થયા બાદ બંનેને 45 દિવસની જેલની સજા ફટકારી હતી. આ સિવાય તેને ગામમાં ગધેડા સાથે માર્ચ કરવાનો આદેશ પણ આપ્યો હતો.
કાર્ટુન જોવાની પણ સજા
અમેરિકાના મિસૌરીમાં રહેતા ડેવિડ બેરી નામના વ્યક્તિ દ્વારા હરણોનો શિકાર કરવામાં આવ્યો હતો. વર્ષ 2018માં તેને આ ગુનામાં દોષી ઠેરવતા કોર્ટે તેને જેલમાં એક વર્ષ રહેવાની સજા ફટકારી હતી. આ સાથે જ મહિનામાં ઓછામાં ઓછા એક વાર ડિઝનીના બાંબી કાર્ટૂન જોવાની સજા સંભળાવી હતી.
શાસ્ત્રીય સંગીત સાંભળવાની સજા
મીડિયા રિપોર્ટ અનુસાર, 2008માં એન્ડ્ર્યુ વેક્ટરને તેમની કારમાં મોટેથી મ્યુઝિક સાંભળવા બદલ 120 પાઉન્ડ એટલે કે લગભગ 11 હજાર રૂપિયા દંડ થયો હતો. એન્ડ્ર્યુ મનગમતું મ્યુઝિક ‘રૈપ સાંભળતો હતો. જો કે, આ બાદ જજે કહ્યું હતું કે તે દંડ ઘટાડીને 30 પાઉન્ડ કરી દેશે પરંતુ જો વેક્ટરને 20 કલાક સુધી બીથોવન, બાખ અને શોપનનું શાસ્ત્રીય સંગીત સાંભળવું પડશે.