ગુજરાતના કચ્છ વિસ્તારમાં અવાર નવાર ભૂકંપના નાના મોટા આંચકા અનુભવાતા હોય છે. ત્યારે આજે સરહદી ખાવડા પંથકમાં વહેલી સવારે ભૂકંપ નો આંચકો અનુભવાયો હતો.
ભૂકંપ ઝોન 5માં આવતો કચ્છ વિસ્તાર ધરતીકંપના અનેક નાના મોટા આંચકાઓથી સમયાંતરે કંપી રહ્યો છે. જેમાં 2001ના મહા ભૂકંપ બાદ શરૂ થયેલા આફ્ટરશોકનો આંકડો હજારોની સંખ્યાને પાર પહોંચી જવા પામ્યો છે. ત્યારે આજે વધુ એક ધરતીકંપ ના આંચકાથી ખાવડા વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો.
ગુજરાતના કચ્છ વિસ્તારમાં અવાર નવાર ભૂકંપ ના નાના મોટા આંચકા અનુભવાતા હોય છે. ત્યારે આજે સરહદી ખાવડા પંથકમાં વહેલી સવારે ભૂકંપ નો આંચકો અનુભવાયો હતો. જેની તીવ્રતા 3.5 રિક્ટર સ્કેલ માપવામાં આવી છે. આ અગાઉ બે હળવા ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
મળતી માહિતી અનુસાર ભુજ તાલુકાના ઉત્તર દિશાએ સરહદી ખાવડા વિસ્તારમાં આજે વહેલી સવારે 3.54 કલાકે 3.5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. અગાઉ 4.39 કલાક અને 1.14 કલાકે દુધઈ નજીક કેન્દ્રબિંદુ ધરાવતાં 1.1 અને 1.6ની તીવ્રતાના ભૂકંપના બે હળવા કંપન રીક્ટર સ્કેલ પર નોંધાયા હતા.
ગાંધીનગરના ઈન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજી રીસર્ચે માં આંચકાનું ઉદભવસ્થાન કાળા ડુંગર નજીક રણમાં નોંધાયું હતું. આ આંચકો પેટાળમાં 6.7 કિલોમીટરના ઊંડાણથી હોવાનું જાણવા મળ્યું છે. વહેલી સવારે આંચકો અનુભવાતા લોકોની ઉંઘ હરામ થઇ ગઇ હતી. અને જાગી ગયા હતા. સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી.