ધનની દેવી મા લક્ષ્મી અને ધનના દેવતા ધનવંતરિને પ્રસન્ન કરવા માટ ધનતેરસનો દિવસ ઉત્તમ દિવસ માનવામાં આવે છે.આજે અમે આપને બતાવે રહ્યા છીએ પરિવારમાં સંપન્નતા અને સમૃદ્ધિને આમંત્રિત કરવા માટે આ દિવસે શુ કરવુ જોઈએ અને શુ ન કરવુ જોઈએ તેના વિશે માહિતી.
– દિપકનુ પર્વ દિવાળીમાં થોડાક જ દિવસ બાકી છે. હિન્દુઓના આ સૌથી મોટા તહેવારની શરૂઆત ધનતેરસથી જ થાય છે. મોટાભાગના લોકો ધનતેરસના વિશે એટલુ જ જાણે છે કે આ દિવસે સોનુ ચાંદી અને વાસણો વગેરેનો સામાન ખરીદવો શુભ છે પણ આ એક અધુરુ સત્ય છે. ધનતેરસનુ મહત્વ આટલુ જ નથી. ધનની દેવી મા લક્ષ્મી અને ધનના દેવતા ધનવંતરિને પ્રસન્ન કરવા માટેનો આ અતિ ઉત્તમ દિવસ છે. આવો જાણી પરિવારમાં સંપન્નતા અને સમૃદ્ધિને આમંત્રિત કરવા માટે આ દિવસે શુ કરવુ જોઈએ અને કંઈ વાતોથી બચવુ જોઈએ.
એવુ માનવામાં આવે છે કે સમુદ્ર મંથનના સમયે દેવ ધનવંતરિ ચૌદ રત્નો સાથે સમુદ્રમાંથી નીકળ્યા હતા અને ત્યારે તેમના હાથમાં કળશ હતો. આ જ કારણે ધનતેરસ પર વાસણ ખરીદવાની પરંપરા ચાલુ થઈ. લોકો પોતાના સામર્થ્ય મુજબ આ દિવસે સ્ટીલ તાંબુ કાંસુ પીત્તળ વગેરે કોઈપણ ધાતુના બનેલા વાસણો ખરીદે છે.
આ દિવસે ચાંદીની ખરીદી પણ કરી શકો છો. ચાદી ચંદ્રનુ પ્રતીક છે. અને ચંદ્રમા જીવનમાં શીતળતા સુખ શાંતિ અને સ્વાસ્થ્યનુ પ્રતિક છે. લોકો આ દિવસે ચાંદીના સિક્કા પણ ખરીદે છે. દિવાળી પૂજન પછી આ સિક્કાને તિજોરી કે પૈસા મુકવાના સ્થાન પર મુકવા જોઈએ.
ઘણા લોકો પૂજા માટે લક્ષ્મી ગણેશની ચાંદીથી બનેલી મૂર્તિઓ ખરીદે ક હેહ્
પણ આવુ ન કરવુ જોઈએ.

તેના સ્થાન પર માટીથી બનેલી મૂર્તિઓ લો. મૂર્તિ ખરીદતી વખતે
ધ્યાન રાખો કે ગણેશજીની મૂર્તિની સૂંઢ જમણી બાજુ હોય. જો મોંઘી ઘાતુ ખરીદવાનુ મન છે તો મૂર્તિઓને બદલે લક્ષ્મી ગણેશ અંકિત ચાંદીનો સિક્કો ખરીદો અને તેને દિવાળી પૂજા માટે ઉપયોગમાં લો.

પૂજા માટે ઉપયોમા લેવામાં આવતો મોટો દીવો રૂની વાટ દેશી ઘી તલ કે સરસવનુ તેલ ચંદન હળદર પાવડર કુમકુમ અને ચોખા માટે ઉપયોગમાં લેવામાં આવતા ચોખા અને પૂજા માટે ઉપયોગમાં લેવામાં આવનારી મીઠાઈઓની ખરીદી પણ ધનતેરસના દિવસે કરો.
જો કે ઘનવંતરિ ચિકિત્સા અને આરોગ્યના દેવતા છે તો આ દિવસે જો તમે ચિકિત્સાના વ્યવસાય સથે જોડાયા છો તો કોઈ ચિકિત્સકીય યંત્રની ખરીદી કરી શકો છો.
ધનતેરસ પર ઘર અને ઓફિસની સારી રીતે સફાઈ કરો અને તેને સજાવો. ઘરમાં મનપસંદ રંગથી દિશા વિશેષમાં વાસ્તુસમ્મત આકારની રંગોળી બનાવો.
ધનતેરસની રાત્રે બેડરૂમના ખૂણામાં લક્ષ્મીની તસ્વીર અને યંત્રને લાકડીના પાટલા પર મુકો. પછી દીવો પ્રગટૅઅવીને મા લક્ષ્મીની પૂજા કરો. ધનતેરસના દિવસે કુબેરની ધૂપ દીપથી ઊજા ન કરો કારણ કે યક્ષની ધૂપ દીપથી પૂજા નથી કરવામાં આવતી. ધનતેરસથી લઈને ભાઈ બીઝ સુધી રોજ માતા લક્ષ્મીની આરાધના કરતા રહેવાથી આપના ઘરમાં સુખ અને સમૃદ્ધિનુ આગમન થશે.
ધનતેરસના દિવસે શુભ ફળની પ્રાપ્તિ માટે ઉત્તર પૂર્વ દિશામાં પૂજા કરીને તમે બૃહસ્પતિને મજબૂત કરવા સાથે સાથે આ દિશાના વાસ્તુ દોષને દૂર પણ કરી શકો છો. ઘરના બધા રૂમના ઉત્તર પૂર્વ દિશામાં ફાલતુ સામાન ન મુકશો અને હોય તો તેને હટાવી લો. ધનતેરસના દિવસે પીપળાના વૃક્ષને પાણી આપો.
કારતકમાસના કૃષ્ણપક્ષની તેરસને ધનતેરસ કહે છે. આ દિવસે ભગવાન ધનવંતરિની પૂજા કરવામાં આવે છે. આ વખતે આ તહેવાર 2 નવેમ્બર 2021 ના રોજ શુક્રવારે છે. ભગવાન ધનવંતરિની પૂજા આ પ્રમાણે કરવી જોઈએ.
સૌ પ્રથમ નાહી ધોઈને સ્વચ્છ કપડાં પહેરો. ભગવાન ધનવંતરિની મૂર્તિ કે ચિત્ર ચોખ્ખા સ્થળ પર સ્થાપિત કરો અને સામે બેસી જાવ. ત્યારબાદ નીચેના મંત્રોનો જાપ કરીને ભગવાન ધંવનતરિની પૂજા કરો.
सत्यं च येन निरतं रोगं विधूतं,अन्वेषित च सविधिं आरोग्यमस्य।
गूढं निगूढं औषध्यरूपम्, धन्वन्तरिं च सततं प्रणमामि नित्यं।।
ત્યારબદ પૂજા સ્થળ પર આસન મૂકવાના ભાવથી ચોખા ચઢાવો, પાણી છોડો, ભગવાન ધન્વન્તરિના ચિત્ર પર અબીલ, ગુલાલ, અષ્ટગંધ વસ્ત્ર વગેરે ચઢાવો. ચાંદીનું પાત્ર હોય તો તેમા નહી તો અન્ય પાત્રમાં ખીરનો નૈવેદ્ય બતાવો. ફરી પાણી છોડો. ત્યારબાદ મુખવાસ તરીકે પાન, લવિંગ, સોપારી ચઢાવો. ભગવાન ધન્વન્તરિને વસ્ત્ર અર્પણ કરો. શંખપુષ્પી, તુલસી, બ્રાહ્મી વગેરે પૂજનીય ઔષધિયો પણ ભગવાનને ધન્વન્તરિને અર્પણ કરો. રોગમુક્તિ માટે ઈશ્વર આગળ આ મંત્રનો જાપ કરો
ऊँ रं रूद्र रोगनाशाय धन्वन्तर्ये फट्।।
ત્યારબાદ ભગવાન ધન્વન્તરિને નારિયળ અને દક્ષિણા અર્પણ કરો. પૂજના અંતમા કપૂરની આરતી કરો.
ધનતેરસનુ શુભ મુહુર્ત
સવારે મુહૂર્ત (ચલ, લાભ, અમૃત) – 11:31 એ એમ થી 01:48 પી એમ
બપોરે મુહૂર્ત (શુભ) – 03:13 પી એમ થી 04:39 પી એમ
સાંજે મુહૂર્ત (લાભ) – 07:39 પી એમ થી 09:13 પી એમ
રાત્રિ મુહૂર્ત (શુભ, અમૃત, ચલ) – 10:48 પી એમ થી 03:31 એ એમ, નવેમ્બર 03

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page