Mon. Oct 7th, 2024

આણંદના સિહોલ ગામે બાળકોના સ્વાસ્થ્ય અને માનસિકતાને હકારાત્મક રાખવા માટે સામાજિક સંસ્થા દ્વારા પ્રોટીન યુક્ત ફૂડ કીટનું વિચરણ કરવામાં આવ્યું

આણંદના સિહોલ ગામે બાળકોના સ્વાસ્થ્ય અને માનસિકતાને હકારાત્મક રાખવા માટે સામાજિક સંસ્થા દ્વારા પ્રોટીન યુક્ત ફૂડ કીટનું વિચરણ કરવામાં આવ્યું હતું. કોરોના માહામારીએ મોટી ઉંમરના વ્યક્તિઓની માનસિકતા પર પણ અસર કરી છે.

બાળકોને પણ ઘરમાં રહેવાનું, શાળાઓ બંધ અને છૂટછાટ પર પ્રતિબંધ કરાઈ રહ્યા છે. તેવામાં સુખી પરિવારના અર્બન વિસ્તારોમાં તો બાળકો વિશે ઇન્ડોર પ્રવૃતિ કરી દિવસ અને સમય પસાર કરે છે. તેમની સાર સંભાળ માટે ઘણી સુવિધાઓ છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારના બાળકોની ચિંતા કરવી પણ આવશ્યક છે. તંત્ર સિવાય સામાજિક સંસ્થા આ જવાબદારી નિભાવી રહી છે.

આણંદના સિહોલના બાળકો માટે અમદાવાદ અને પેટલાદની સામાજિક સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ગ્રામ્ય વિસ્તારના બાળકોને જરૂરી વિટામીન, પ્રોટીન અને મિનરલ્સ મળે તેવી કીટ તૈયાર કરી બાળકોમાં વહેંચવામાં આવી હતી. સાથે જ બાળકોને આવા સમયે હાઈજીન બાબતે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે બાબતે માસ્ક અને સાબુનું વિતરણ કરી જરૂરી માહિતી આપી સમજણ અપાઈ હતી.

Related Post

Verified by MonsterInsights