Fri. Oct 4th, 2024

આલિયા અને રણબીર બનવા જઈ રહયા છે માતા-પિતા

હાલમાં જ બોલીવુડના લવેબલ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ટૂંક સમયમાં જ માતા-પિતા બનવાના છે. આલિયા ભટ્ટે આજે સવારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા આ ખુશખબરી જાહેર કરી છે.

આલિયા ભટ્ટે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરીને પોતે ગર્ભવતી હોવાના સમાચાર આપ્યા છે. તસવીરમાં જોઈ શકાય છે કે, આલિયા ભટ્ટ હોસ્પિટલના બેડ પર સૂતી છે અને અલ્ટ્રાસાઉન્ડ મશીનની સ્ક્રીન પર જોઈ રહી છે.

સાથે જ માથે કેપ પહેરીને રણબીર કપૂર પણ ત્યાં ઉભો છે અને તે પણ સ્ક્રીન સામે જોઈ રહ્યો છે. આલિયાએ કેપ્શનમાં ‘અવર બેબી… કમિંગ સૂન’ લખ્યું છે. આ સાથે જ તેણે અલ્ટ્રાસાઉન્ડ સ્ક્રીન પર હાર્ટનું ઈમોજી મુક્યું છે. રણબીર અને આલિયા ગત 14 એપ્રિલના રોજ લગ્નના બંધનથી જોડાયા હતા. તેમના લગ્ન ખૂબ જ હાઈ પ્રોફાઈલ બની રહ્યા હતા અને તેની તસવીરોએ ચાહકોનું દિલ જીતી લીધું હતું.

Related Post

Verified by MonsterInsights