આ વર્ષે અમદાવાદમાં રથયાત્રા યોજવા સરકારે મંજૂરી આપી છે. ત્યારે રથયાત્રાના પોલીસ બંદોબસ્ત સહિત રથયાત્રાને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂ, પોલીસ બંદોબસ્ત, બેરિકેડિંગ તથા કોરોનો ગાઈડલાઈન સહિતની તમામ વિગત આપી હતી. સાથે જ રથની નજીક કોઈને જવા દેવાશે નહીં, સમગ્ર રૂટ પર તમામ પોળો અને ગલીઓમાં બેરિકેડ લગાવાશે.
પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે રથયાત્રાને લઈને પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, હાલમાં નાઈટ કર્ફ્યૂ ચાલુ છે. જે બપોરે 14 સુધી ચાલુ રહેશે. 12 વાગ્યા સુધી પરમિશન આપવામાં આવશે. 20 ખલાસી સાથે ત્રણ રથ હશે. સમગ્ર રૂટ પર કર્ફ્યૂ નાંખવામાં આવશે. 8 પોલીસ સ્ટેશનમાં કર્ફ્યૂ રહેશે. કોઈ રોડ પર નીકળે નહીં. તે માટે રૂટ પર બેરિકેડિંગ કરવામાં આવશે. કોરોનાની ગાઈડ લાઇનનું પાલન કરવાનું રહેશે.
20-20 ખલાસી એક રથમાં હશે. જેટલા પોલીસ સ્ટેશનમાં કર્ફ્યૂ રહેશે. પબ્લિકને વિનંતી છે કે ટીવીના માધ્યમથી રથયાત્રાના દર્શન કરે બહાર ન નીકળે. આ વખતે તમામ રૂટ પર બેરિકેડ રાખવામાં આવશે. જેથી રોડ પર લોકો આવી ના જાય. કર્ફ્યૂ સમય સવારે 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી રહેશે. રથયાત્રા વહેલી પૂરી થઈ જશે તો કર્ફ્યૂ વહેલા ઉઠાવી દેવામાં આવશે. લોકો રથયાત્રા જોવા બહાર ન આવે તેવી અપીલ. બહાર લોકો આવશે તો કાર્યવાહી પણ કરાશે.
ત્રણ લેયરમાં રથયાત્રાના રૂટ પર બંદોબસ્ત ગોઠવાશે. સ્થાનિકો પોલીસને સપોર્ટ આપે. તમામ પોળોમાં અને ગલીઓમાં બેરિકેટ લગાવાશે. ગાયકવાડ હવેલી, શહેરકોટડા, કારંજ, કાલુપુર, માધુપુરા, દરિયાપુર, ખાડિયા, શાહપુર પોલીસ મથકમાં આવેલા વિસ્તારમાં કર્ફ્યૂની અમલવારી થશે.
રથયાત્રામાં કોઈ હાથી ટ્રક ભજન મંડળીને મજૂરી નહી. 23 હજાર પોલીસ બંદોબસ્તમાં રહેશે. કર્ફ્યૂ ભંગ થાય તો વિનમ્રતા અને મક્કમતા બંને જાળવવું અમારી અગ્રીમતા રહેશે. કર્ફ્યૂ વિસ્તારમાં કોઈ પ્રવેશી શકશે નહીં. મંદિરની નજીકમાં ખાસ નક્કી કરેલા લોકો જ આવી શકશે. સ્થાનિકો પાસેથી અપેક્ષા અને વિનંતી છે તેઓ ઘરની બહાર ન નીકળે.લોકો ટીવી પર ભગવાનના દર્શન કરે. ઇમરજન્સી સમયમાં જરૂર પડે બેરિકેડ ખોલવામાં આવશે. 2500 જેટલા મુવિંગ પોલીસ કર્મીઓ હાજર રહેશે. જેમાં ક્રાઈમ બ્રાન્ચ અને ચેતક કમાન્ડો રહેશે.
રથયાત્રાનો બંદોબસ્ત તેનાત ટીમનું માળખું
DCP અને તેનાથી ઉપરની કક્ષાના અધિકારી -42
ACP-74
PI-230
PSI-607
પોલીસકર્મી -11800
SRP કંપની-34
CAPF કંપની-9
ચેતક કમાન્ડો-1હોમગાર્ડ-5900
BDDS ટીમ-13
QRT ટીમ-15