કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉનના કારણે સૌથી વધારે અસર કદાચ વિશ્વમાં હોટલ અને રેસ્ટોરન્ટ ઈન્ડસ્ટ્રીને થઈ છે.
આવા સંજોગોમાં પણ, નેધરલેન્ડની એક રેસ્ટોરન્ટે કદાચ વિશ્વનુ સૌથી મોંઘુ બર્ગર સ્વાદ શોખીનો માટે પોતાના મેનુમાં સામેલ કરવામાં આવ્યો છે. આ બર્ગરને ધ ગોલ્ડન બોય નામ આપવામાં આવ્યુ છે અને તેની કિંમત 5000 પાઉન્ડ એટલે કે 4.47 લાખ રુપિયા રાખવામાં આવી છે.આટલી કિંમતમાં તમે એક નાનકડી કાર આસાનીથી ખરીદી શકો છે. રેસ્ટોરન્ટના માલિક રોબર્ટ ડિ વીન કહે છે કે, મારુ બાળપણથી જ વર્લ્ડ રેકોર્ડ તોડવાનુ સપનુ હતુ અને આજે આ સપનુ પુરુ કરવાનો અદભૂત આનંદ છે.
વર્લ્ડ રેકોર્ડની તપાસ કરતી વખતે ડી વિનને જાણવા મળ્યું કે અમેરિકાના ઓરેગોન સ્ટેટમાં એક રેસ્ટોરન્ટમાં 4200 પાઉન્ડનુ બર્ગર બનાવવામાં આવ્યો છે અને તે વિશ્વનો સૌથી મોંઘો બર્ગર હતો. 2011 થી આ રેકોર્ડ તોડ્યો ન હતો. આ વાનગીનું વજન 352 કિલો હતું.
દરમિયાન, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નેધરલેન્ડમાં એક રેસ્ટોરન્ટે જે બર્ગર બનાવ્યુ છે તેમાં સોનાનુ એક પત્તુ મુકવામાં આવે છે. સાથે તેમાં કિંગ ક્રેબ, બેલુગા કેવીયાર , ડોમ પેરિગ્નોન શેમ્પેઈન, ડક એક મેયોનીઝ જેવા મોંઘા ઈન્ગ્રેડિયટન્સનો ઉપયોગ કરવામાં આવે છે.