Wed. Sep 18th, 2024

ઉકાઇ ડેમમાં પાણીની આવક એક દિવસમાં 1 ફૂટનો વધારો થતાં સપાટી 309.98 ફૂટે પહોંચી

ઉકાઈ – તાપી : દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઇ ડેમમાં પાણીની આવક થવાનું પ્રારંભ થયું છે. મળતી માહ્તી મુજબ ઉપરવાસમાં વરસાદ પડતાં હથનુર ડેમમાંથી પાણી  છોડવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના હથનુર ડેમનો એક ગેટ એક મીટર ખોલવામાં આવ્યો છે. ઉકાઈ ડેમમાં 6,392 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ઉકાઈ ડેમની હાલની સપાટી 305.47 ફૂટ પર પોહચી છે.

નોંધનીય છે કે તાપી નદી પર બનેલો ઉકાઈ ડેમ સરદાર સરોવર પછી ગુજરાતમાં બીજા નંબરનો સૌથી મોટો જળાશય છે, તેને વલ્લભ સાગર તરીકે પણ ઓળખવામાં આવે છે. 1972માં બનેલો આ ડેમ સિંચાઈ, વીજ ઉત્પાદન અને પૂર નિયંત્રણના ઉદ્દેશથી બનાવવામાં આવ્યું હતું. આશરે 62,225 કિમીના કેચમેન્ટ વિસ્તાર અને લગભગ 52,000 હેક્ટરના પાણીના વિસ્તરણ સાથે તેની ક્ષમતા લગભગ ભાખરા નાંગલ ડેમ જેટલી છે. આ ડેમ સુરતથી 94 કિમી દૂર છે.

Related Post

Verified by MonsterInsights