કુંભકર્ણ વિશે આપણે બધાએ સાંભળ્યું હશે. કુંભકર્ણ તેની ઉંઘને કારણે ઓળખાતો હતો. તે વર્ષમાં 6 મહિના ઉંઘતો હતો અને 6 મહિનો જાગતો હતો. આજે પણ કોઇ વધારે ઉંઘે છે, તો તેને કુંભકર્ણ કહેવામાં આવે છે. વિશ્વમાં એક ગામ છે, જ્યાના લોકો પણ કુંભકર્ણની જેમ સૂઈ જાય છે.
- મહિનાઓ સુધી ઉંઘી જાય છે આ ગામના લોકો
એક એવુ ગામ છે, જ્યાના લોકો મહિનાઓ સુધી સતત સૂતા જ રહે છે. આ વાંચીને કદાચ તમને વિશ્વાસ નહીં થાય, પરંતુ આ હકીકત છે. આ અજીબોગરીબ ગામનું નામ કલાંચી છે. જાણો આ ગામથી જોડાયેલી ખૂબ જ અજીબ વાત.
- ઝાકિલ્સાતનમાં સ્થિત છે આ ગામ
કઝાકિસ્તાનના કલાચી ગામમાં લોકો મહિનાઓ સુધી સૂઈ જાય છે. તેથી આ ગામને સ્લીપી હોલો પણ કહેવામાં આવે છે. ત્યાંના લોકો હંમેશા ઉંઘતા જ રહે છે. આ જ કારણે આ લોકો પર ઘણા રિસર્ચ થઇ ચુક્યા છે.
- વૈજ્ઞાનિકોએ આપ્યા આ કારણ
આ ગામના લોકોની ઉંઘ પાછળનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો જણાવે છે કે અહી યૂરેનિયમની ખૂબ જ ઝેરી ગેસ નિકળે છે, જેના કારણે અહીંના લોકો સૂતા જ રહે છે. યૂરેનિયમની ઝેરી ગેસના કારણે આ ગામનું પાણી પ્રદૂષિત છે. વૈજ્ઞાનિકોએ તેમની સ્ટડીમાં જણાવ્યું કે અહીંયાના પાણીમાં કાર્બન મોનોક્સાઇડ ગેસ છે, જેના કારણે અહીંયાના લોકો મહિનાઓ સુધી સૂતા જ રહે છે.
- સૂઈ ગયા પછી બધી વાતો ભૂલી જાય છે લોકો
કઝાકિસ્તાનના કલાચી ગામમાં અંદાજે 600 લોકો રહે છે. સૂઈ ગયા પછી આ લોકોને કઇ પણ યાદ નથી રહેતુ. આ ગામના મોટાભાગના લોકો આ રોગની ઝપટમાં આવી ચુક્યા છે. બીજા લોકોના કહ્યા પછી જ આ લોકોને વાતો યાદ આવે છે.
- અહીંયાના લોકોને ઉંઘનો અનુભવ નથી થતો
આ ગામના લોકોની અન્ય એક વાત સાંભળીને અચંભિત થઇ જશો. ત્યાંના લોકો ક્યારેય પણ કોઇ પણ જગ્યાએ સૂઈ જાય છે. ઉંઘની આ બિમારીથી પીડિત લોકો ચાલતા, ખાતા, ન્હાતા સમયે પણ સૂઈ જાય છે. આ અજીબોગરીબ ગામના લોકોનું કહેવુ છે કે તેમને ઉંઘ આવ્યાની ખબર જ નથી હોતી.