સુરત : એક યુવક 70 ફૂટ ઉંચા થાંભલા પર ભીના શરીરે ચડીને હોબાળો કર્યો હતો. જો કે આ યુવક ઉપર થાંભલા ચડી ગયા બાદ સ્થાનિકોએ લોકો એ ફાયર અને પોલીસને જાણ કરી હતી. ભારે જહેમત બાદ તેને ફાયર બ્રિગેડે નીચે લાવ્યો હતો.
પાંચ કલાકની જહેમત બાદ પોલીસ અને ફાયરનાં જવાનોએ તેને દોરડાથી બાંધી તેને નીચે ઉતારી લીધો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકો પોલીસ અને ફાયરની કામગીરીને બિરદાવી રહ્યા છે.
જો કે યુવક બ્રિજના પિલર પર ચડી ગયો અને હોબાળો મચાવ્યો શા માટે તે અંગે હજી સુધી કોઇ માહિતી મળી નથી.જોકે, પાંચ કલાક સુધી ફાયર અને પોલીસ જવાનોએ મોટી સંખ્યામાં બચાવ કામગીરી હાથ ધરી હતી હાલમાં તેની અટકાયત કરીને પાછળનું કારણ જાણવા પોલીસ પ્રયાસ કરી રહી છે.