Tue. Sep 17th, 2024

એડ્રેસના પુરાવા વગર મળશે LPG કનેક્શન,જાણો શું છે પ્રોસેસ

હવેથી જો તમે પણ LPG કનેક્શન લેવા માગતા હોવ અને જો તમારી પાસે એડ્રેસ પ્રુફના પુરાવા નથી તો પણ હવેથી તમે કંપનીના નિયમ મુજબ છોટુ સિલેન્ડરનું કનેક્શન મેળવી શકો છો, કંપની તમને 5 લિટર વાળુ એક LPG  સિલેન્ડરનું કનેક્શન આપવામાં આવેશે.

આ 5 લિટર વાળા છોટુ કનેક્શન તમને ઈન્ડિયન ઓઈલની ઈન્ડિયન Lpg આપશે. આ પાંચ કિલોનું સિલેન્ડર FTL એટલે કે ફ્રી ટ્રેડ lpg છે.આ સુવિધાનો લાભ અર્ધ શહેરી વિસ્તાર અને શહેરી વિસ્તારમાં મેળવી શકશો. આ સુવિધા પ્રવાસીઓ મજૂરો માટે ખુબજ ફાયદાકારક થશે.

છોટુ ગેસને તમે વોટ્એપ અથવા મિસકોલ મારીને બૂક કરી શકો છો.મિસ કોલ કરવા માટે કંપનીએ વિશેષ નંબની જાહેરાત કરી છે.ગેસ બુક કરાવવા માટેનો નંબર 8454955555 છે.વોટ્એપ પર ગેસ બુક કરવા માટે તમે વોટ્એપમાં ‘Refill’  ટાઈપ કરી 7588888824 પર મોકલવાનું રહેશે. સાથે 7718955555 પર ફોન કરીને પણ તમે તમારુ સિલેન્ડર બુક કરી શકો છો.

Related Post

Verified by MonsterInsights