કચ્છના લખપત તાલુકામાં પીવાના પાણીની સમસ્યા જટિલ બની છે. ગામના આગેવાનો દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ પાણી અપાતું નથી તેવી રાવ ઉઠી છે.
કચ્છ: કચ્છના લખપત તાલુકામાં પીવાના પાણીની સમસ્યા જટિલ બની છે. એવી રાવ છે કે ગામના આગેવાનો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પાણી મળતું નથી. છેલ્લા એક મહિનાથી પાણી મળતું ન હોવાથી તાલુકા પંચાયતના સભ્યએ ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.
કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ગામોમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની છે. અસહ્ય ગરમી વચ્ચે ગુનેરી ગામને પાણીની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે. સાથે સાથે મૂંગા પશૂઓને પણ પાણીની તીવ્ર તંગીનો સામનો કરી રહ્યા છે.
જો કે, પાણીની સમસ્યા અંગે ગામના વડીલો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પણ પાણી અપાતું નથી તેવી રાવ ઉઠી છે. ત્યારે લખપત તાલુકા પંચાયતના સભ્ય જશુભાએ આક્ષેપ કર્યો હતો કે 1 મહિનાથી 5 ગામોમાં પાણી મળતું નથી અને ઉપવાસ પર જવાની ચીમકી ઉચ્ચારી હતી.