ગુજરાતના ચોમાસાની શરૂઆત થઈ છે . જેમાં રાજયના અનેક વિસ્તારોમાં પડી રહેલા વરસાદ બાદ પશ્ચિમ કચ્છ ના ગામોમાં પણ મેધમહેર થઈ છે. જેમાં કુકમા, રેહા, હાજાપર, કોટડા, ચકાર જેવા ગામોમાં વરસાદ પડ્યો છે. તેમજ હરૂડી અને રેહા સહિતના વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે.
કચ્છના રાપર વિસ્તારમા પણ વરસાદ નોંધાયો છે. જ્યારે નખત્રાણા તાલુકાના નિરોણા, ઉગેડી સહિતના ગામોમાં વરસાદ પડતાં લોકોમાં ખુશી જોવા મળી રહી છે.