ભુજ ની ઓળખ સમાન ઐતિહાસિક ભુજીયો ડુંગર જ્યાં અનેક ધાર્મિક સ્થળો આવેલા છે. જ્યાં મહત્વનો કહી શકાય તેવો સ્મૃતિ પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે.
જેમાં એક તરફ વિકાસના કામ થઈ રહ્યા છે બીજી તરફ નગરપાલિકાની બેદરકારીને કારણે ભુજીયા ડુંગરની ફરતે ડમ્પીંગ સાઈડ તૈયાર થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળે છે.
આ પર્યટન સ્થળે ફરવા આવતા પર્યટકો અને સ્થાનિકોનો આક્ષેપ છે કે પાલિકા અહીં નિયમિત સફાઈ નથી કરતી. ભુજીયા ડુંગર જવા માટેના પ્રવેશદ્વાર પર જ કચરાના ગઢ જામ્યા છે.