Sat. Dec 14th, 2024

કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને ગુસ્સો આવ્યો ને પત્રકારનું માઈક તોડી નાંખ્યું, કહ્યું બીજી વાર પૂછ્યા વગર આવતા નહીં

ગાંધીનગર કલોલની નગરપાલિકામાં ચીફ ઓફિસરની દાદાગીરી સામે આવી હતી. જ્યાં એક ખાનગી પત્રકાર ચીફ ઓફિસરની બેઠકમાં પહોંચી સવાલો કરતા સમગ્ર મામલો બન્યો હતો. પત્રકારે ચીફ ઓફિસરને સવાલ પૂછતા ગુસ્સામાં અધિકારીએ માઈકને તોડી નાખ્યું હતું.

પત્રકારે શું પૂછ્યો હતો સવાલ
ખાનગી ચેનલના પત્રકારને નગરપાલિકામાં પ્રવેશ ન મળતા ચીફ ઓફિસર પાસે પહોંચ્યા હતા. અને ચીફ ઓફિસર પાસે જવાબ માગ્યા હતા. પરંતુ મોટા પદ પર બેસેલા અધિકારીએ પત્રકારને જવાબ આપવાને બદલે દાદાગીરી દેખાડી હતી. અને પત્રકારના હાથમાંથી માઈક લઈને તોડી પાડ્યું હતું. આ દરમિયાન પત્રકારનો કેમેરો પણ શરૂ હતો. સમગ્ર ઘટના કેદ થઈ છે.

Related Post

Verified by MonsterInsights