Wed. Dec 4th, 2024

કામના સમાચાર / RTE હેઠળ ફોર્મ ભરતી વખતે માતાપિતા આ ભૂલ ન કરતા, નહીં તો તમારું બાળક પ્રવેશ થઇ જશે રદ

જિલ્લા શિક્ષણ અધિકારીએ આરટીઇ (RTE) અંતર્ગત ફોર્મ ભરતી વખતે ઘણાં વાલીઓએ વિદ્યાર્થીઓના અસલ પ્રમાણપત્રોને બદલે ઝેરોક્ષથી દસ્તાવેજો અપલોડ કર્યાનું બહાર આવતા આવા તમામ ફોર્મ રદ થઇ શકે છે. નવેસરથી અસલ પ્રમાણપત્રોને દસ્તાવેજોની સાથે ફરીથી અપલોડ કરવા તાકીદ કરી છે.

આરટીઇ (RTE) હેઠળ ફોર્મ ભરવાની પ્રક્રિયા આ વર્ષના મોડે મોડે પણ ચાલુ છે. વાલીઓએ ઢગલેબંધ ફોર્મ ભર્યા છે. ચકાસણી દરમિયાન, ઘણા માતા-પિતાએ વિદ્યાર્થીના જન્મ, માતાપિતાની આવક, જાતિ અથવા રહેઠાણનો દાખલો ઓરીજનલ પરથી અપલોડ કરવાના બદલે ઝેરોક્ષથી દાખલાઓ અપલોડ કર્યા છે. આથી નિયમ મુજબ તમામ વિદ્યાર્થીઓએ ઝેરોક્ષથી ફોર્મ ભર્યા છે. જ્યારે તે વિદ્યાર્થીઓના ફોર્મની ચકાસણી થશે ત્યારે ફોર્મ આપમેળે રદ રદ થઇ જશે.

તેથી, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાંથી માહિતી મળી છે જેમણે ઝેરોક્ષથી પણ અપલોડ કરી છે. તે બધા માતાપિતાએ ફોર્મ ફરીથી ભરવું પડશે અને મૂળ દસ્તાવેજ અપલોડ કરવા પડશે. અને અગાઉના ફોર્મ આપમેળે રદ થઇ જશે. ઓરીજનલ ડૉકયુમેન્ટ અપલોડ કરવાથી ફોર્મ માન્ય ગણાશે. હજી સમય હોવાને કારણે 5 જુલાઈ સુધી અસલ દસ્તાવેજ અપલોડ કરવા તાકીદ કરવામાં આવી છે.

3 દિવસમાં 15000 ફોર્મ ભરાયા

ગત શુક્રવારે પ્રવેશ પ્રક્રિયા શરૂ થયા બાદ પહેલા બે દિવસ ઝાઝા ફોર્મ ભરી શકાતા નહોતા. ત્યારબાદ અત્યાર સુધીમાં 15,000 ફોર્મ ભરાયા છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5 મી જુલાઈ છે.

Related Post

Verified by MonsterInsights