મંત્રાલય અનુસાર ભારતમાં 26 મે સવારે સાત કલાક સુધી ઉપલબ્ધ આંકડા અનુસાર રસીકરણ અભિયાનના 130માં દિવસે 20 કરોડથી વધુ લોકો (20,06,62,456) નું રસીકરણ કરવામાં આવી ચુક્યુ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે કહ્યું કે, અમેરિકા બાદ ભારત કોવિડ-19 વેક્સિનના 20 કરોડથી વધુ ડોઝ લગાવનાર વિશ્વનો બીજો દેશ બની ગયો છે. મંત્રાલયે જણાવ્યું કે, ભારતે 130 દિવસમાં આ રસીકરણ પૂરુ કર્યું તો અમેરિકાએ 124 દિવસમાં આટલા લોકોને રસી લગાવી હતી.
‘અવર વર્લ્ડ ઇન ડેટા’ વેબસાઇટ અને અન્ય ઘણા સ્ત્રોતો પર ઉપલબ્ધ આંકડા અનુસાર કોવિડ-19 રસીકરણ વ્યાપક રૂપથી કરનાર અન્ય મુખ્ય દેશોમાં બ્રિટન પણ સામેલ છે જેણે 168 દિવસમાં 5.1 કરોડ લોકોને કોરોના રસી લગાવી છે. તો બ્રાઝિલમાં 128 દિવસમાં 5.9 કરોડ લોકોને અને જર્મનીમાં 149 દિવસમાં 4.5 કરોડ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે.
મંત્રાલય અનુસાર ભારતમાં 26 મે સવારે સાત કલાક સુધી ઉપલબ્ધ આંકડા અનુસાર રસીકરણ અભિયાનના 130માં દિવસે 20 કરોડથી વધુ લોકો (20,06,62,456) નું રસીકરણ કરવામાં આવી ચુક્યુ છે. તેમાં 15,71,49,593 લોકોને પ્રથમ ડોઝ અને 4,35,12,863 લોકોને બીજો ડોઝ લાગ્યો છે.
મંત્રાલયે કહ્યું કે, દેશમાં અત્યાર સુધી 45 વર્ષથી વધુ ઉંમરના 34 ટકાથી વધુ લોકોને કોવિડ-19 રસીનો ઓછામાં ઓછો પ્રથમ ડોઝ લગાવી લીધો છે. આ રીતે દેશમાં 60 વર્ષથી વધુ ઉંમરના 42 ટકાથી વધુ વસ્તીને ઓછામાં ઓછો પ્રથમ ડોઝ મળ્યો છે. દેશમાં કોરોના રસીકરણની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 16 જાન્યુઆરીએ કરાવી હતી.