Sat. Dec 14th, 2024

કેવું જશે 2021 નું ગુજરાતનું ચોમાસું… જૂનાગઢમાં એકઠા થયેલા આગાહીકારોએ આપ્યો આ જવાબ

જલ્દી જ ગુજરાતમાં વરસાદનું આગમન થશે. ત્યારે જુનાગઢમાં વરસાદની આગાહી કરનાર આગાહીકારોનો ઓનલાઈન વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો હતો. જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમા ઓનલાઈન વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો હતો.

આ વર્ષની વરસાદની આગાહીને લઈને આગાહીકાર ધનસુખભાઈ શાહે માહિતી આપી કે, જૂન મહિનામાં માફકસર થી અતિભારે વરસાદ વ્યાપક પ્રમાણમાં થઇ શકે. વાવણી કરવા લાયક વરસાદ ઉપરાંત કયાંક પુર આવવાની શકયતા. જુલાઇમાં વરસાદનું જોર ઘટે અને જુલાઇનાં અંતમાં વરસાદનું વાતાવરણ બંધાઇ શકે. ઓગષ્ટમાં મીનીવાવાઝોડાની શકયતા.

જૂનાગઢમા એકત્ર થયેલા આગાહીકારોએ આ વર્ષ ચોમાસાની દ્રષ્ટિએ મધ્યમ રહેવાની આગાહી કરી છે. વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં કૃષિ યુનિના કુલપતિ ડો.વી.પી. ચોવટીયા સહિતના અધિકારીઓ જોડાયા હતા. દરમિયાન કુલપતિ ડો.વી.પી.ચોવટીયાએ જણાવ્યું હતુ઼ કે, વરસાદના પૂર્વાનુમાનનું ઘણું મહત્વ છે. પૂર્વાનુમાનને લીધે ખેડૂતો પાક પસંદગી તથા પિયત વ્યવસ્થાનું આયોજન કરી શકે છે. આગાહીકારો ભડલી વાકયો અને પોતાની કોઠાસુઝને લક્ષમાં રાખી વરસાદની આગાહી કરતા હોય છે. તેમના જ્ઞાનને સાચવી રાખવાની જરૂર છે.

યુનિવર્સિટીના 27 મા વર્ષા વિજ્ઞાન પરિષદમાં દેશભરના 40 જેટલા આગાહીકારો જોડાયા હતા. જેઓએ વર્ષા ઋતુની આગાહી કરી હતી. જેમાં આ વર્ષે 10 થી 12 જૂન સુધીમાં વરસાદ આવશે તેવી આગાહી કરી છે. સાથે જ જૂનના અંત સુધીમાં વાવણી થઈ જશે તેવુ જણાવ્યું. સાથે તેમણે આગાહી કરી કે, જુલાઈના અંતમા અતિવૃષ્ટિ થવાની શક્યતા છે. 16 ઓગસ્ટની આસપાસ વરસાદની ખેંચ વર્તાય તેવા સંજોગો પેદા થશે.

Related Post

Verified by MonsterInsights