Mon. Oct 7th, 2024

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીને તેમની પત્નીથી ભય,કહ્યું – મારી પત્ની મારા કહ્યામાં નથી…

કોગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાત કોગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી પત્નીથી ત્રસ્ત છે. તેમણે પોતાની પત્નીને વકીલ મારફતે જાહેર નોટિસ પાઠવી જણાવ્યું છે કે, તેમના પત્ની તેમના કહ્યામાં નથી, તે મનસ્વી રીતે વર્તન કરે છે. વધુમાં લોકોને તેમની સાથે નાણાકીય લેવડદેવડ ન કરવાની ચેતવણી પણ આપી છે.

ભરતસિંહ સોલંકીએ આ નોટિસમાં પોતાના પારિવારિક સંબંધોની વાત કરી છે. જાહેર નોટિસમાં તેમણે જણાવ્યું કે, તેમની પત્ની રેશ્મા પટેલ છેલ્લાં ચાર વર્ષથી તેમની સાથે રહેતાં નથી અને તેમના કહ્યામાં નથી. કોઈ પણ વ્યક્તિએ પત્ની સાથે તેમના નામનો ઉપયોગ કરી કોઈ પણ પ્રકારની નાણાકીય લેવડદેવડ કે અન્ય સંબંધો રાખવા નહીં. જો આમ થશે તો ભરતસિંહ તે માટે જવાબદાર રહેશે નહીં.

 

જાહેર નોટિસમાં ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે, અમારા સંબંધોમાં કુંટુંબીઓ દ્વારા મધ્યસ્થી કરાવવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ તેનુ કોઈ પરિણામ આવ્યુ નથી. તેથી અમે અલગ રહીએ છીએ. મેં મારી પત્નીને અલગ રહ્યા બાદ તમામ પ્રકારની સુવિધા આપી છે. પરંતુ હવે મને તેનાથી વ્યક્તિગત નુકસાન થવાની ભીતિ છે. જેના કારણે મેં આ નોટિસ મોકલી છે.

વધુમાં ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે, અમારા સંબંધોની તિરાડ વધુ મોટી થતી જતી હતી, તેથી મેં આમાંથી બહાર નીકળવા કોઈ રસ્તો શોધવા પ્રયત્ન શરૂ કર્યો. મેં છૂટાછેડા લેવા પણ કહ્યું હતું, પરંતુ એ અંગે તેમણે સંમતિ આપી ન હતી. મને ખ્યાલ નથી કે તેઓ ભવિષ્યમાં શું કરવા માગે છે, મને કોઈ રીતે તકલીફ પહોંચે એવું તેઓ કરવાનાં હોય એવો ભય છે.

Related Post

Verified by MonsterInsights