બોલિવૂડનાં પ્રખ્યાત સિંગર અરિજીત સિંહ (Arijit Singh) પર દુખનાં ડુંગરો તુટી પડ્યાં છે. તેની માતાનું નિધન થઇ ગયુ છે. સિંગરની માતા કોરોના સામે જંગ લડી રહી હતી. પણ તે આ જંગમાં હારી ગઇ અને આ દુનિયાને છોડીને જતી રહી. ગત દિવસોમાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોનાને કારણે તેમનું સ્વાસ્થ્ય સતત બગડતું જતુ હતું. જે બાદ તેમને કોલકાત્તાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ત્યાં તેમનું ઇલાજ દરમિયાન જ નિધન થઇ ગયુ છે.

સિંગરની માતાએ આજે ઇલાજ દરમિયાન જ અંતિમ શ્વાસ લીધા. સિંગરની માતાનાં નિધનથી સંપૂર્ણ બોલિવૂડ શોકમાં છે. એક રિપોર્ટ અનુસાર ગુરવારે (20 મે)ની સવારે અરિજિત સિંઘની માતાની તબિયત બગડવા લાગી હતી. અને સવારે 11 વાગ્યાની આસપાસ તેમણે અંતિમ શ્વાસ લીધો.

કહેવાય છે કે, થોડા દિવસોથી ECMO પર તહી. તેમની સ્થિતિ નાજૂક હતી. આપનેજણાવી દઇએ કે, ગત દિવસોમાં ‘દિલ બેચારા’ ફેઇમ એક્ટ્રેસ સ્વાસ્તિકા મુખર્જીએ ટ્વિટ કરી હતી જેમાં તેણે લખ્યું હતું કે, સિંગર અરિજીત સિંહની માતાની તબિયત ખરાબ છે અને તેમને A- બ્લડની જરૂર છે.

કોરોના વાયરસે ઘણાં લોકોનાં જીવ લઇ લીધા છે તેમાં બોલિવૂડ ઇન્ડસ્ટ્રીનાં લોકો પણ શામેલ છે. ગત દિવસોમાં એક્ટર મુકેશ ખન્નાએ તેમની મોટી બહેન અને ભાઇને કોરોનામાં ગુમાવ્યા હતાં. મ્યૂઝિક ડિરેક્ટર શ્રવણનું પણ કોરોનાથી નિધન થઇ ગયું હતું.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page