કોરોના સંકટ દરમિયાન પણ, વિદેશી સીધા રોકાણને આકર્ષવામાં ભારત સફળ રહ્યું છે. વર્ષ 2020 દરમિયાન ભારતે 64 અબજ ડોલરનું સીધું વિદેશી રોકાણ (એફડીઆઇ) મેળવ્યું હતું અને વિદેશી રોકાણની દ્રષ્ટિએ તે વિશ્વમાં પાંચમા ક્રમે છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2019 દરમિયાન ભારતમાં એફડીઆઈ 51 અબજ ડોલર આવ્યું. સંયુક્ત રાષ્ટ્ર (યુએન) ના એક અહેવાલમાં આ વાત સામે આવી છે.

ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરનો પ્રકોપની આર્થિક ગતિવિધીઓ પર ગંભીર અસર કરી છે પરંતુ મજબૂત માળખાકીય પરિબળોએ મધ્યમ સમયગાળા માટે આશાવાદ ટકાવી રાખ્યો છે. વેપાર અને વિકાસ અંગે સંયુક્ત રાષ્ટ્ર સંમેલન દ્વારા આજે સોમવારે જારી કરાયેલ વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ 2021માં જણાવ્યું છે કે વૈશ્વિક એફડીઆઇ મૂડીપ્રવાહને મહામારીથી ગંભીર અસર કરી છે. જેના કારણે વૈશ્વિક મૂડી પ્રવાહ વર્ષ 2020 માં 35 ટકા ઘટીને 1500 અબજ ડોલરથી ઘટીને 1000 અબજ ડોલર નોંધાયું છે.

દુનિયામાં સૌથી વધુ એફડીઆઇ મેળવનાર પાંચમો દેશ

રિપોર્ટ અનુસાર, વિશ્વભરના કોવિડ -19 ને કારણે લોકડાઉનને પ્રવર્તમાન મૂડી પ્રવાહને ધીમું બનાવ્યું છે અને મંદીની આશંકાને પગલે વૈશ્વિક ઉદ્યોગજગત નવા પ્રોજેક્ટનું ફેર આંકલન કરવા મજબૂર થઇ છે. ભારતમાં એફડીઆઇ વર્ષ ૨૦૨૦માં ૨૭ ટકા વધીને ૬૪ અબજ ડોલર થયું છે વર્ષ ૨૦૧૯માં ૫૧ અબજ ડોલર હતું. ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી ક્ષેત્રમાં અધિગ્રહણથી ભારત વિશ્વનો પાંચમો સૌથી મોટો એફડીઆઈ પ્રાપ્ત કરનાર દેશ બની ગયો છે.

કોરોના રોગચાળાને કારણે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવાઓ માટેની માંગ વિશ્વભરમાં વધી છે. ભારતના ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી(આઇસીટી) સેક્ટરમાં ઓનલાઇન રિટેલ જાયન્ટ એમેઝોને ૨.૮ અબજ ડોલરના રોકાણની  ઘોષણા કરી છે. ભારતમાં એફડીઆઈના વધારાને કારણે દક્ષિણ એશિયામાં એફડીઆઈ પણ 20 ટકા વધીને 71 અબજ ડોલર થઈ છે.

 

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights