Fri. Dec 6th, 2024

કોરોના કાળમાં શહેરીજનો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વધુ એક નવું નજરાણું તૈયાર કરવામાં આવ્યું

કોરોના કાળમાં શહેરીજનો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વધુ એક નવું નજરાણું તૈયાર કરવામાં આવ્યું છે. એએમસી દ્વારા ઓક્સિજન પાર્ક રૂપી અતિ ગીચ જંગલ ધરાવતો ગાર્ડન તૈયાર કરવામાં આવ્યો છે. જો કે, આ ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે પરંતુ હાલ કોરોના સ્થિતિને કારણે શહેરીજનોને હાલ પ્રવેશ આપવામાં નહીં આવે. ત્યારે ગણતરીના દિવસોમાં આ ગાર્ડન ખોલવાની જાહેરાત કરવામાં આવી શકે છે.

રાજ્યમાં હાલ કોરોનાની સ્થિતિ પર કાબુ મેળવતા હાલ સંક્રમણના કેસમાં મોટો ઘટાડો થયો છે. ત્યારે કોરોનાના આ કપરા કાળમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરીજનો માટે ઓક્સિજન પાર્ક રૂપી અતિ ગીચ જંગલ ધરાવતો ગાર્ડન તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદના સાયન્સ સીટી વિસ્તાર ખાતે આવેલા ઉગતી તળાવ નજીક આ ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે.

આ આખો ઓક્સિજન પાર્ક 11000 ચો.મી એરિયામાં તૈયાર કરવામાં આવ્યો છે. 5500 ચો.મી જગ્યામાં જાપાનની મિયાવાકી પદ્ધતિથી ગીચ જંગલ તૈયાર કરાયું છે. આ ગાર્ડનમાં 45 પ્રજાતીના 25000 થી વધુ વૃક્ષો ફક્ત દોઢ વર્ષમાં તૈયાર કરવામાં આવ્યા છે. ત્યારે એએમસી દ્વારા કોન્ક્રીટના જંગલો વચ્ચે અતિ ગીચ કુદરતી જંગલ ઉભું કરવામાં આવ્યું છે.

શહેરીજનો માટે આશ્ચર્ય પમાડે એવું આ ગીચ જંગલ તૈયાર કરવામાં આવ્યું છે. આ ઓક્સિજન પાર્ક શહેરીજનોને પક્ષીઓના કલરવ સાથે સંપૂર્ણ કુદરતી વાતાવરણનો અનુભવ કરાવશે. જો કે, આ ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે પરંતુ હાલ કોરોના સ્થિતિને કારણે શહેરીજનોને હાલ પ્રવેશ આપવામાં નહીં આવે. ત્યારે ગણતરીના દિવસોમાં આ ગાર્ડન ખોલવાની જાહેરાત કરવામાં આવી શકે છે.

Related Post

Verified by MonsterInsights