Sat. Oct 5th, 2024

કોરોના ગાઈડલાઇનો ખુલ્લેઆમ ભંગ, અમરેલીના લાઠી જન સેવા કેન્દ્રમાં કામ માટે લોકોની લાંબી કતાર

અમરેલીના લાઠી જનસેવા કેન્દ્રમાં કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લું નિમંત્રણ આપતા હોય તેવા ચિંતાજનક દ્રશ્યો જોવા મળ્યાં હતા. જેમાં આધારકાર્ડ અથવા અન્ય કામગીરી માટે જનસેવા કેન્દ્રમાં લોકોની લાંબી કતાર જોવા મળી હતી.


જનસેવા કેન્દ્રમાં પહોંચેલા મોટી સંખ્યામાં અરજદાર અને કર્મચારીઓએ માસ્ક પણ પહેર્યા ન હતા. તેમજ સરેઆમ સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ થતો જોવા મળ્યો હતો. જો કે દ્રશ્યો સરકારી ઓફિસમાં જોવા મળી રહ્યા હતા. તેમજ કોરોના ગાઈડલાઇનો અમલ કરાવવા માટે પણ કોઇ વ્યવસ્થા જોવા મળી ન હતી.

Related Post

Verified by MonsterInsights