કોરોના મહામારીમાં નોકરી છૂટી ગઈ ત્યારબાદ મહિલાએ લોકોની કરી આ રીતે મદદ…

237 Views

લોકડાઉનમાં કેટલાય લોકોને ઘર ચલાવવું મુશ્કેલ થઇ ગયું હતું. તો કેટલક લોકો એકબીજાને મદદ પણ કરી રહ્યા હતા. કોરોના મહામારીએ આપણી જીવનશૈલી પણ કેટલેક અંશે બદલી નાખી છે. દેશમાં કોરોનાના અત્યાર સુધીના કેસની સંખ્યા 39,36,747 થઈ છે.

કોરોના મહામારી હજુ પણ સામાન્ય અને માધ્યમ વર્ગને હેરાન કરી રહી છે. કોરોના મહામારી દરમિયાન એવા ઘણા લોકો છે જેમની નોકરી જવાથી મુશ્કેલીઓ વેઠવી પડી છે. આવી જ એક મહિલા મુંબઈની વિદ્યા શેલ્કે છે જે રાઇડ શેરિંગ કંપનીમાં કામ કરતી હતી. પરંતુ આ કોરોના મહામારીમાં તેની નોકરી છૂટી ગઈ હતી.

પરંતુ તે આ ખરાબ તબક્કામાં નિરાશ થઈને બેઠી નહીં પણ બીજાની મદદ કરવા આગળ આવી હતી.તેમણે મુંબઇથી લોકોને ઘરે પરિવહન કરવાનું કામ શરૂ કર્યું. તે વ્યવસાયે ડ્રાઇવર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિદ્યા શાલ્કેએ અત્યાર સુધીમાં 150 લોકોને ટેક્સી દ્વારા ઘરે પહોંચાડી દીધા છે. તેમાં મોટાભાગે વડીલો અને મહિલાઓનો સમાવેશ થાય છે.

તેમણે ખાસ કરીને જેઓ ગામડામાંથી શહેરમાં રોજગારી મેળવવા માટે આવ્યા હતા તેમની મદદ કરી હતી. પરંતુ લોકડાઉનમાં ફસાઈ ગઈ હતી.જ્યારે દેશમાં લોકડાઉન થયું હતું, ત્યારે ઘણા લોકો એવા હતા કે જેઓ તેમના ઘરે પાછા ફરવા મજબૂરી બની ગયા હતા. વિદ્યાએ લોકોને તેની ટેક્સી પર ઘરે જ છોડી દીધી, પરંતુ પહેલા તેમના માટે ઇ-પાસ પણ બનાવ્યા હતા.

તેમણે પૂણે, નાસિક, ઔરંગાબાદ, કોલ્હાપુર, સાતાર, નાગપુર ખાતે ઇ-પાસ બનાવ્યા હતા. આ સમયે 28-વર્ષીય વિદ્યા કહે છે, “શહેરમાં દરરોજ ખર્ચ વધે છે. બાળકોનું ભણતર અને બાકીનો ખર્ચ માત્ર એક જ વ્યક્તિની આવકથી ઘર ચલાવી શકતો નથી. મારા પતિ સખત મહેનત કરે છે. હું તેમને ટેકો આપવા માંગું છું અને બાળકોના સપના પૂરા કરવા માંગું છું. ‘

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *