ઉંદર માત્ર પાકને બરબાદ નથી કરી રહ્યા, પરંતુ હવે ઘરમાં પણ ઘુસી રહ્યા છે. વીજળીના તાર ચાવી રહ્યા છે. જેના કારણે ઘરોમાં આગ લાગી રહી છે. સાથે જ સૂતા સમયે લોકોને કરડી પણ રહ્યા છે.
કોરોના મહામારી વચ્ચે ઑસ્ટ્રેલિયા સરકાર ઉંદરના આતંકથી પરેશાન છે. આ ઉંદર માત્ર પાકને બરબાદ નથી કરી રહ્યા, પરંતુ હવે ઘરમાં પણ ઘુસી રહ્યા છે. વીજળીના તાર ચાવી રહ્યા છે. જેના કારણે ઘરોમાં આગ લાગી રહી છે. સાથે જ સૂતા સમયે લોકોને કરડી પણ રહ્યા છે. આનાથી હેરાન થઈને ઑસ્ટ્રેલિયાની સરકારે ભારત પાસેથી 5 હજાર લીટર બ્રૌમેડિઓલોન ઝેરની માંગ કરી છે, જેથી કરીને ઉંદરને પતાવી શકાય.
ન્યૂ સાઉથ વેલ્સમાં વધી રહી છે ઉંદરની સંખ્યા
ન્યુ સાઉથ વેલ્સમાં ઉંદરની સંખ્યા દિવસે અને દિવસે વધી રહી છે. જેના કારણે માઉસ પ્લેગની જાહેરાત કરવામાં આવી છે. કૃષિ મંત્રી એડમ માર્શલ કહે છે કે ઉંદર ખેતર, ઘર, અગાશી, ફર્નિચરથી લઈ સ્કૂલ અને હૉસ્પિટલમાં ઘુસી રહ્યા છે.
લોકો ઉંદરના કારણે બીમાર થવા લાગ્યા છે. સૌથી વધારે ખેડૂત પરેશાન છે. કારણ કે પાકને બરબાદ કરી રહ્યા છે. એડમે આગળ કહ્યું કે જો અમે વસંત સુધી ઉંદરોને ઓછા ન કરી શક્યા તો ન્યૂ સાઉથ વેલ્સને આર્થિક અને સામાજિક સંકટ સામે ઝઝૂમવુ પડી શકે છે.
ઑસ્ટ્રેલિયાના ખેડૂતોને આશા હતી કે વરસાદ બાદ તેમને કમાણી થશે. પરંતુ ઉંદરે તેમના દરેક સપના પર પાણી ફેરવી દીધુ છે. એક ખેડૂતે જણાવ્યુ કે તેઓ બોગન ગેટ સિટી પાસે પોતાના ખેતરમાં પાક ઉગાડીની એક પ્રકારનો જુગાર રમે છે. તેમણે કહ્યું કે આશા છે કે તેમનો પાક નિષ્ફળ ન જાય.