મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સરકાર નાઈટ કર્ફ્યુના અમલીકરણને 26 જૂન સુધી લંબાવી શકે છે. કોરોના સંપૂર્ણપણે દૂર ન થાય ત્યાં સુધી સરકાર નાઇટ કર્ફ્યુ શરૂ રાખવાની સરકારની વિચારણા હોવાનું અનુમાન છે. કેબિનેટની બેઠકમાં નાઇટ કર્ફ્યુ પર ચર્ચા થવાની સંભાવના છે.
વરસાદની સ્થિતિ અને વાવણી અંગે પણ ચર્ચા થઈ શકે છે.
જો કે મીટિંગ દરમિયાન નાઇટ કર્ફ્યુના સમયમાં ફેરફાર કરવામાં આવશે તેમજ સ્વિમિંગ પુલ ખોલવાની પણ મંજૂરી આપવામાં આવી શકે છે, પરંતુ રાજ્યમાં 100 ટકા રસીકરણ માટે કેબિનેટમાં ચર્ચા થવાની સંભાવના છે. રાજ્યમાં વાવણી અંગે પણ ચર્ચા થઈ શકે છે.
આ બેઠકમાં ઇલેક્ટ્રિક વાહન પોલીસી અંગે ચર્ચા થઈ શકે છે. કોરોનાની સ્થિતિ તેમજ ધોરણ 10 પરિણામો જાહેર કરવાની તારીખ પણ નક્કી થઈ શકે છે.
રાત્રિ કર્ફ્યુના કલાકો ઘટાડવાની સંભાવના
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે 11 જૂનથી 26 જૂન સુધી સવારે 6 વાગ્યા સુધી વિવિધ પ્રતિબંધો લગાવી દીધા છે. આ પ્રતિબંધો પછી હોટેલ-રેસ્ટોરન્ટને સવારે 9 થી સાંજના 7 વાગ્યા સુધી, ટેકઅવે તેમજ રાત્રે 9 વાગ્યે સુધી અને હોમ ડિલીવરી રાત્રે 12 વાગ્યે કલાક સુધી કરવાની મંજૂરી આપી છે. નાઈટ કર્ફ્યુ રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધીનો છે.