Tue. Jan 14th, 2025

કોરોના વાયરસ/ આ દેશે 21 જૂન સુધી લંબાવ્યો ભારત અને પાક.ની ફ્લાઇટો પરના પ્રતિબંધ

કેનેડાએ ફ્લાઇટો પર પ્રતિબંધ લંબાવ્યો

એપ્રિલની 22મી તારીખે લાદવામાં આવેલો આ પ્રતિબંધ શનિવારે પુરો થવાનો હતો જેને હવે લંબાવવામાં આવ્યો છે. જો કે, કાર્ગો ફલાઇટ ચાલુ રહેશે અને ભારત અને પાકિસ્તાનના નાગરિકો કોરોના નેગેટિવ ટેસ્ટ રજૂ કરીને ત્રીજા દેશ મારફતે કેનેડા જઇ શકે છે. તેમને પખવાડિયું ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે.

ફેબુ્રઆરી 2 અને 6 મે દરમ્યાન 279 હવાઇયાત્રીઓ કોરોના પોઝિટિવ જણાયા હતા જેમાં ઘણાને ભારતના વેરીઅન્ટ બી.1.617 નો ચેપ લાગેલો જણાયો હતો. કેનેડાના ટોચના આરોગ્ય અધિકારીએ આ પ્રતિબંધને યોગ્ય ગણાવતાં જણાવ્યું હતું કે કેનેડામાં 70 ટકા નવા કોરોના કેસ ભારતીય વેરીઅન્ટના જણાયા છે.

અત્યાર સુધીમાં જર્મનીની 40 ટકા વસ્તીને કોરોનાની રસીનો એક ડોઝ મુકી દેવામાં આવ્યો છે. દર આઠ વ્યક્તિએ એક વ્યક્તિને કોરોનાની સંપૂર્ણ રસી અપાઇ ગઇ છે. દરમ્યાન ભારતમાં પ્રસરેલા વેરીઅન્ટનો ચેપ કેનેડામાં ન પ્રસરે તે માટે કેનેડાએ ભારત અને પાકિસ્તાનથી આવતી ડાયરેક્ટ ફલાઇટ પરના પ્રતિબંધને એક મહિનો 21 જુન સુધી લંબાવ્યો છે.

દરમ્યાન જર્મનીમાં ચાન્સેલર એન્જેલા મર્કેલે લોકોને જવાબદારીપૂર્વક વર્તવાની શીખ આપી લોકડાઉનને હળવું બનાવ્યું છે. હવે બર્લિનમાં જે લોકો રસી પ્રમાણપત્ર રજૂ કરે તેમને બીયર ગાર્ડનમાં, કાફે અને રેસ્ટોરાંઓમાં જાહેરમાં ભોજન સર્વ કરવાની પરવાનગી આપવામાં આવી છે. મર્કેલે જણાવ્યું હતું કે લોકોએ માસ્ક પહેરવાનું અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું આવશ્યક છે. હજી કોરોના ગાયબ થયો નથી.

આરોગ્યના ક્ષેત્રમાં આને એક અર્થપૂર્ણ પગલું લેખાવીને બંને નેતાઓેએ નવી રસી ભાગીદારી કરીને દુનિયામાં કોરોના રસીના ઉત્પાદનને વિસ્તારવાની જાહેરાત કરી હતી. બાઇડને જણાવ્યું હતું કે 2022 સુધીમાં અમે બીજા એક કરોડ કોરોના રસીના ડોઝનું ઉત્પાદન કરીશું. કોરિયન પ્રમુખ મુન જાઇએ જણાવ્યુ હતું કે અમે સમગ્ર ઇન્ડોપેસિેફિક રિજનમાં તમામ દેશોને રસી આપવાનું ધ્યેય ધરાવીએ છીએ.

દક્ષિણ કોરિયાના પ્રમુખ મુન જાઇ સાથે વ્હાઇટ હાઉસમાં એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજી યુએસના પ્રમુખ જો બાઇડને જાહેરાત કરી હતી કે યુએસ દળો સાથે કામ કરતાં દક્ષિણ કોરિયાના સાડા પાંચ લાખ સૈનિકોને અમેરિકા કોરોનાની રસી આપશે.

Related Post

Verified by MonsterInsights