Thu. Sep 19th, 2024

કોરોના વેક્સિન લગાવનાર વિશ્વના સૌથી પ્રથમ વ્યક્તિ 81 વર્ષીય વિલિયમ શેક્સપિયરનું નિધન થયુ

યુનિવર્સિટી હોસ્પિટલે જણાવ્યુ કે, શેક્સપિયરનું નિધન સ્ટ્રોકને કારણે થયુ. તેમણે દાયકાઓ સુધી પોતાના સમુદાય માટે કામ કર્યુ. શેક્સપિયરે પૈરિશ કાઉન્સિલરની જવાબદારી સંભાળી હતી.

કોરોના વેક્સિન લગાવનાર વિશ્વના સૌથી પ્રથમ વ્યક્તિ 81 વર્ષીય વિલિયમ શેક્સપિયરનું નિધન થયુ છે. શેક્સપિયર કોઈ અન્ય બીમારીથી પીડિત હતા. તેમણે પાછલા વર્ષે ડિસેમ્બરમાં Pfizer-BioNTech ની વેક્સિન લીધી હતી. આ સાથે તેઓ વિશ્વના પ્રથમ એવા પુરૂષ બની ગયા હતા જેને કોરોનાની રસી લગાવવામાં આવી હતી. તેમની થોડી મિનિટ પહેલા યુનિવર્સિટી હોસ્પિટલમાં 91 વર્ષના માગરિટ કીનન ને રસી આપવામાં આવી હતી.

શેક્સપિયરના મિત્ર કોનેન્ટ્રીના કાઉન્સિલર જેને ઇન્સ એ જણાવ્યુ કે, તેમનું ગુરૂવાર (20 મે) એ નિધન થઈ ગયુ. તેમણે કહ્યું કે, શેક્સપિયરને ઘણી વાતો માટે ઓળખવામાં આવશે, તેમાંથી એક તે પણ છે કે તેઓ વિશ્વના પ્રથમ પુરૂષ હતા જેણે કોરોના વેક્સિન લીધી હતી. ઇન્સે આગળ કહ્યુ કે, મારા મિત્રને સૌથી સારી શ્રદ્ધાંજલિ આપવા માટે વેક્સિન લગાવો.

Stroke ને કારણે થયું નિધન

યુનિવર્સિટી હોસ્પિટલે જણાવ્યુ કે, શેક્સપિયરનું નિધન સ્ટ્રોકને કારણે થયુ. તેમણે દાયકાઓ સુધી પોતાના સમુદાય માટે કામ કર્યુ. શેક્સપિયરે પૈરિશ કાઉન્સિલરની જવાબદારી સંભાળી હતી. તેમણે આ હોસ્પિટલમાં વેક્સિન લીધી હતી અને અહીં અંતિમ શ્વાસ લીધા હતા. પ્રથમ ડોઝ લેવા સમયે તેમણે હોસ્પિટલની પ્રશંસા કરતા કહ્યું હતું કે અહીંનો સ્ટાફ ખુબ સારો છે.

વિલિયમ શેક્સપિયર પોતાની પાછળ પત્ની જોય, પોતાના બે વયસ્ક બાળકો અને પૌત્ર-પૌત્રીઓને છોડી ગયા છે. તો વેસ્ટ મિડલેન્ડ્સ લેબર ગ્રુપે કહ્યુ કે શેક્સપિયર જેને બિલના નામથી ઓળખવામાં આવતા હતા, તેઓ કોરોના વેક્સિન લીધા બાદ વિશ્વમાં ચર્ચામાં આવ્યા હતા. પાર્ટી માટે તેમની દાયકાઓની સેવાને હાલમાં લેબર પાર્ટીનના નેતા કીર સ્ટારર દ્વારા માન્યતા આપવામાં આવી હતી. આ દુખના સમયમાં અમે શેક્સપિયરની સાથે છીએ.

Related Post

Verified by MonsterInsights