કોરોના સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે લોકોની મદદ માટે ચાર હેલ્પલાઇન નંબર જારી કર્યાં છે. આ સાથે સરકારે માધ્યમોને અપીલ કરી છે કે તે રાષ્ટ્રીય સ્તરના આ ચાર નંબરો વિશે જાગરૂતતા ફેલાવે. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રાલયે કહ્યું કે, એક ટિકરના રૂપમાં સમય-સમયે ટીવી ચેનલો આ નંબરનું પ્રસારણ કરી શકે છે.
આ ચાર હેલ્પલાઇન નંબરોમાં સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયની રાષ્ટ્રીય હેલ્પલાઇન સંખ્યા 1075, મહિલા તથા બાળ વિકાસ મંત્રાલયનો ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર 1098 અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયનો વરિષ્ઠ નાગરિક હેલ્પલાઇન 14567 સામેલ છે. એટલું જ નહીં મનોવૈજ્ઞાનિક સહાયતા માટે રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય અને તંત્રિકા વિજ્ઞાન સંસ્થા (નિમહંસ) નો હેલ્પલાઇન નંબર 08046110007 પણ છે.