દિલ્હી: દેશમાં કોરોનાકાળમાં ધો.10-12માં પાસ પ્રમોશન અપાયા હતા અને તેની 100% આસપાસ પરિણામ જાહેર થયા પરંતુ હાલમાં જ એચડીએફસી બેન્ક દ્વારા 2021માં પાસ થયેલા ઉમેદવારો આ પદ માટે યોગ્ય ગણાશે નહીં.
ભરતી જાહેરાતમાં કરાતા વિવાદ સર્જાયો છે અને બાદમાં એચડીએફસીના પ્રવકતાએ આ કોલમને ‘ટાઈપ’ની ભુલ ગણાવી કોઈપણ વર્ષમાં પાસ થયેલા ઉમેદવાર અરજી માટે યોગ્યતા ધરાવે છે તેવી સ્પષ્ટતા કરી હતી.
પ્રવકતાએ જણાવ્યું કે અમોએ ફકત ઉમરની જ એક મર્યાદા બાંધી છે. કોઈ પણ વર્ષમાં પાસ થયેલા વ્યક્તિ જો ઉમર મર્યાદામાં આવતા હોય તો તે અરજી કરી શકે છે. મદુરાઈએ એચડીએફસીની જાહેરાતમાં વોક-ઈન ઈન્ટરવ્યુ યોજયા હતા.
જેમાં 28 વર્ષની ઉંમર મર્યાદાના ગ્રેજયુએટને બેન્કની નોકરી માટે યોગ્ય ગણાવાયા હતા જેમાં એક લીટીમાં 2021માં પાસ આઉટ થયેલા યોગ્ય ગણાશે નહી તેવી નોંધ મુક્તિના વિવાદ સર્જાયો હતો જે એડ. સોશ્યલ મિડીયામાં વાયરલ થતા એચડીએફસી બેન્કે સ્પષ્ટતા કરી હતી.