27 મેના રોજ સંશોધિત દિશા-નિર્દેશોને જાહેર કરવામાં આવ્યા હતા. તેમાંથી તે દવાઓને હટાવી દેવામાં આવી જે ડોકટરો એસિમ્પટમેટિક અથવા હળવા લક્ષણોવાળા Covid-19 દર્દીઓ માટે પણ સૂચવે છે.
કોરોનાના આ સમયમાં કઈ દવા લેવી અને કઈ ના લેવી તે અંગે પણ મૂંઝવણ થતી રહે છે. આ અંગે ડોકટરોને પણ દિશાનિર્દેશ જાહેર કરીને દવા અને સારવાર અંગે માહિતી આપવામાં આવે છે. 27 મેના રોજ સંશોધિત દિશા-નિર્દેશોને જાહેર કરવામાં આવ્યા હતા. ચાલો જાણીએ આ દિશા-નિર્દેશોમાં શું કહેવામાં આવ્યું છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડિરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ (ડીજીએચએસ) એ કોવિડ -19 ની સારવાર અંગેના માર્ગદર્શિકામાં ફેરફાર કર્યા છે. આ અંગે માહિતી આપી હતી. અહેવાલ અનુસાર કેટલીક દવાઓને લીસ્ટમાંથી બહાર કરવામાં આવી છે. જેમાં એસિમ્પટમેટિક અને હળવા કેસો માટે એન્ટિપિયરેટિક (તાવ) અને એન્ટિટ્યુસિવ (શરદી) સિવાય તમામ દવાઓને બહાર કરવામાં આવી છે.
કોરોનાના લક્ષણ નથી તો ના લેશો આ દવા
27 મેના રોજ સંશોધિત દિશા-નિર્દેશોને જાહેર કરવામાં આવ્યા હતા. તેમાંથી તે દવાઓને હટાવી દેવામાં આવી જે ડોકટરો એસિમ્પટમેટિક અથવા હળવા લક્ષણોવાળા Covid-19 દર્દીઓ માટે પણ સૂચવે છે હાઇડ્રોક્સિક્લોરોક્વિન, આઇવરમેક્ટિન, ડોક્સીસાયક્લીન, ઝિંક, મલ્ટિવિટામિન વગેરે સામેલ છે. આ ઉપરાંત ડોકટરોને કહેવામાં આવ્યું છે કે જરૂરી ના હોય તો દર્દીને સીટી સ્કેન કરાવવાની સલાહ પણ ન આપવી જોઈએ.
એસિમ્પટમેટિક કોરોનાના કેસો માટે, આ માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે તેમને કોઈ દવાની જરૂર નથી. જ્યારે પહેલાથી કોરોના સિવાયના અન્ય રોગોથી પીડિત દર્દીઓ માટે દવાઓ ચાલુ રાખવી જોઈએ. આ માર્ગદર્શિકામાં શરીરના હાઇડ્રેશનની સાથે સ્વસ્થ સંતુલિત આહાર પર ભાર મુકવામાં આવ્યો છે.
જાતે જ તપાસો તાવ અને ઓક્સિજન લેવલ
સામાન્ય કેસોમાં તાવ, શ્વાસ ચડી જવો, ઓક્સિજન લેવલ કે કોઈ લક્ષણ પાર જાતે ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે. દિશાનિર્દેશોમાં જણાવાયું છે કે જો ઉધરસની તકલીફમાં 5 દિવસ માટે દિવસમાં બે વાર 800 એમસીજીની ઉપર બ્યુડેસોનાઇડ લઇ શકે છે. તેમજ કોરોનાના લક્ષણો જોવા મળે છે તો એન્ટિ-પાયરેટીક અને એન્ટિ-ટ્યુસિવ લઈ શકાય છે. આ સિવાય બીજી કોઈ દવાની જરૂર નથી.