રાજ્યમાં ફરી એક વખત ચોમાસાની શરૂઆત જોવા મળી રહી છે. આગામી રાજ્યમાં 5 દિવસ તેમજ સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાત વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 17 ઓગસ્ટથી રાજ્યમાં ચોમાસુ સક્રિય થશે. 17 ઓગસ્ટ પછી ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત રાજ્યમાં ફરી સારો વરસાદ થવાની આગાહી છે. અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં હજુ 46% વરસાદની ઘટ છે.
જો કે, તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે અગાઉ આગાહી કરી હતી કે 18 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી. રાજ્ય આ વર્ષે જળ સંકટનો સામનો કરી રહ્યું છે. વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત છે. જે ખેડૂતો વર્ષના પ્રારંભમાં વરસાદથી ખુશ હતા અને સારા પાકની આશા હતી તે હવે ચિંતામાં ફેરવાયા છે.
આ વર્ષે હજુ 12 ઈંચ સાથે સરેરાશ 36% જ વરસાદ નોંધાયો
રાજ્યમાં વરસાદની સૌથી વધુ ઘટ પડી છે. ઓગસ્ટના પહેલા-બીજા અઠવાડિયા સુધીમાં 50% વરસાદ પડી ગયો છે. પરંતુ આ વર્ષે હજુ પણ 12 ઇંચ સાથે સરેરાશ 36 ટકા વરસાદ નોંધાયો છે. વરસાદ ઘટ વધીને 44 ટકા થયો છે. રાજ્યમાં આ વખતે ચોમાસુ સામાન્ય કરતાં વહેલું શરૂ થયો હતો.
આ વખતનું ચોમાસું અત્યાર સુધીનું સૌથી સાધારણ, છેલ્લાં ૭ વર્ષની સરખામણીએ
ઓગસ્ટના પ્રથમ સપ્તાહના અંત સુધીમાં સરેરાશ કરતા અડધાથી વધુ વરસાદ વરસી જવાની ધારણા હતી. પરંતુ તેનાથી વિપરીત, છેલ્લાં ૭ વર્ષની સરખામણીએ આ વખતનું ચોમાસું અત્યાર સુધીનું સૌથી સાધારણ રહ્યું છે. વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.