ખેડા : જિલ્લાના કઠલાલ તાલુકાના દાપટ ગામની સીમમાંથી નવજાત શિશુ મળી આવ્યું છે. ત્યજી દીધેલી હાલતમાં નવજાત શિશુ મળતા પંથકમાં ચકચાર મચી ગઇ. રાહદારીઓની નજરે નવજાત શિશુ આવતા જ પોલીસ વિભાગને જાણ કરવામાં આવી હતી.
કઠલાલ પોલીસે સમગ્ર મામલે અજાણ્યા વાલી વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, તો નવજાત શિશુની કઠલાલ સરકારી દવાખાનામાં સારવાર કરાવવામાં આવી છે અને નડીયાદ સિવિલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યું છે.