કચ્છ:ગા઼ધીધામ રેલ્વે સ્ટેશન પર સાડા સાત કલાક મોડી પહોંચેલી હાવડા-ગાંધીધામ એક્સપ્રેસના કોચ-ડી/3 ના બાથરૂમના ડસ્ટ બીનમાં કોઇ અજાણી સ્ત્રીએ ત્યજી દીધેલું નવજાત શીશુ મળી આવતાં દોડધામ મચી હતી.

આ નવજાત શિશુ ચાલુ ટ્રેનમાં કોઇ ફેંકી ગયું કે ગાંધીધામ ઉભી રહ્યા બાદ ખાલી ટ્રેનમા઼ કોઇ મુકી ગયું એ બાબતે તપાસ શરુ કરાઇ છે. આ બાબતે ગાંધીધામ રેલ્વે પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, ગત્ તારીખ11/02 ના સાડા સાત કલાક મોડી પહોંચેલી ટ્રેન નંબર 12936 હાવડા-ગાંધીધામ એક્સપ્રેસ ગત મધરાત્રે ફીટલાઇન પર સર્વિસિંગ માટે મુકવામાં આવી હતી.

રાત્રે 2 વાગ્યાના અરસામાં સફાઇ કામદારો આ ટ્રેનના કોચ નંબર ડી-3 ની સફાઇ કરી રહ્યા હતા. તે દરમિયાન બાથરૂમના ડસ્ટબિનમાંથી ત્યજી દીધેલી સાતથી આઠ માસની નવજાત બાળકી મળી આવી હતી. આ બાબતે રેલ્વે પોલીસને જાણ કરવામાં આવતાં મૃત હાલતમાં મળી આવેલી નવજાત બાળકીનો મૃતદેહ સેમ્પલ લેવા અર્થે સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો.

આ ઘટનામા઼ પ્રાથમીક તપાસ કરનાર એએસઆઇ મોહમ્મદખાને જણાવ્યું હતું કે, હાલ નવજાત શીશુ ત્યજનાર અજાણી સ્ત્રી વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ સોંદરવાએ હાથ ધરી છે.

અહેવાલ:પંકજ જોષી

By Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights