Fri. Sep 20th, 2024

ગાંધીનગરના દહેગામમાં માનવામાં ન આવ તેવી ઘટના બની

ગાંધીનગર :  દહેગામમાં માનવામાં ન આવ તેવી ઘટના બની છે. માણસે મેડિકલ સાયન્સમાં એટલી પ્રગતિ કરી છે કે નવા રિસર્ચથી આશ્ચર્યમાં પડી જવાય, પરંતુ બીજી તરફ લોકોના મગજમાંથી અંધશ્રદ્ધા હજી દૂર થઈ નથી. દેહગામના મુવાડી ગામમાં નાગણે નાગના મોતનો બદલો લીધાનો કિસ્સો સામે આવ્યો છે. નાગનો મોતનો બદલો લેવામાટે નાગણે કાકી અને ભત્રીજીને મોતને ઘાટ ઉતરવાનો કિસ્સો હાલ સમગ્ર ગાંધીનગરમાં ચર્ચાના ચગડોળે ચઢ્યો છે.

અત્યાર સુધી નાગણનો બદલો આપણે ફિલ્મો અને સીરિયલોમાં જોયો છે. જેમાં નાગના મોત બાદ ગુસ્સે થયેલી નાગણ બદલો લેવા બધાને મોતને ઘાટ ઉતારે છે. પરંતુ ગાંધીનગરના દહેગામ તાલુકાના દેવકરણના મુવાડા ગ્રામ પંચાયતમાં આવો જ ચકચારી બનાવ બન્યો છે. આ ચકચારી બનાવમાં સાપના દંશથી કાકી અને ભત્રીજીનું મોત નિપજ્યું છે.

ગામમાં સાપ દંશથી બે મોત બાદ લોકો ગુસ્સે થયા હતા. લોકોએ મકાન આગળના પગથિયા તોડી શોધી કાઢ્યા બાદ મોતને ઘાત ઉતારી દીધી હતી. આ નાગણ એટલી ઝેરી હતી કે દંશ દીધાના થોડાક સમયમાં જ કાકી ભત્રીજીના શરીરમાં ઝેર શરીરમાં પ્રસરી ગયું હતું, અને તેમનુ સારવાર પહેલા જ મોત નિપજ્યું હતું.

બન્યું એમ હતું કે, મુવાડી ગામે રહેતા સુરેખાબેન પ્રહલાદજી સોલંકી (ઉંમર વર્ષ ૩૦) 10 જૂનના રોજ ઘરના ચુલા પર ચા બનાવવા જતા હતા, તે સમયે એકાએક તેમને ઝેરી જનાવર કરડી ગયું હતું. તેમને હોસ્પિટલ તાત્કાલિક લઈ જવાયા હતા, પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. તેના બાદ મહિલાની સાત વર્ષની ભત્રીજી અનુ સોલંકી આંગણામાં રમતી હતી, ત્યારે તેને નાગણ જેવા ઝેરી જાનવરે દંશ દીધો હતો. તે પણ મૃત પામી હતી. આમ, ઉપરાઉપરી કાકી-ભત્રીજીના મોતથી લોકોને નાગણના બદલા પર શંકા ગઈ હતી. કારણ કે, બે દિવસ અગાઉ મૃતકના મકાનની આસપાસ નાગ નીકળતાં લોકોએ મારી નાંખ્યો હતો. તેનો બદલો લેવા માટે નાગણે બે વ્યક્તિઓનો ભોગ લીધો છે.

આમ, સાપ દંશ અને નાગણના બદલાના કિસ્સાએ લોકોને હચમચાવી નાંખ્યા છે. હાલ સમગ્ર દહેગામમાં આ કિસ્સો ટોકિંગ પોઈન્ટ બન્યો છે. જોકે, કરુણ વાત એ છે કે, સાપ દંશની આ ઘટનામાં ત્રણ બાળકો નોંધારા બન્યા છે. ઝેરી નાગણે દંશ દેતાં મોતને ભેટનાર સુરેખાબેન સોલંકીના પતિ પ્રહલાદજી સોલંકીનું છ મહિના પહેલાં મોત નિપજ્યું હતું. ત્યારે હવે માતાની છત્રછાયા ગુમાવનાર ત્રણ સંતાનો એકલા પડી ગયા છે.

Related Post

Verified by MonsterInsights