ગાંધીનગર : કલોલમાં કોલેરાનો કહેર યથાવત છે. કોલેરાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. લોકોને પાણીનો સપ્લાય બંધ કરી અને તંત્ર ટેન્કર મારફતે પાણી પહોંચાડી રહ્યું છે. બીજી તરફ, 10,000 થી વધુ લોકોની વસ્તી ધરાવતા આ વિસ્તારમાં ડોર-ટુ-ડોર સર્વે કરવાની સિસ્ટમ કવાયત હાથ ધરી છે. કલોલ નગર પાલિકાની આરોગ્ય ટીમ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે.
કાલોલમાં ઝાડા-ઉલટીના કેસમાં વધુ એક 40 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે. પાણીજન્ય રોગચાળો કલોલ મધ્યમાં પણ વકર્યો છે. કોલેરાએ નવા વિસ્તારોને ઝપેટમાં લેવાની શરૂઆત કરી છે. પાણીના નમૂનામાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. કોલેરાના કારણે રહીશોમાં ગભરાટ ફેલાયો છે. છેલ્લા 6 દિવસમાં ઝાડા અને ઊલ્ટીના કારણે 5 લોકોના મોત નીપજ્યાં છે. કાલોલમાં કોલેરાના કેસોની સંખ્યા 57 પર પહોંચી ગઈ છે.