ગુજરાતમાં કોરોનાના ઘટાડો થઈ રહ્યો છે અને જનજીવન ધીમે-ધીમે સામાન્ય થઈ રહ્યું છે ત્યારે આગામી નજીકના સમયમાં ઓફલાઈન શિક્ષણ પણ શરૂ કરવામાં આવી શકે છે. જે અંગે કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ગુજરાતની શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ કરવા અંગે ગંભીર ચર્ચા થઈ હતી.
રાજ્ય સરકાર શાળાઓ શરૂ કરવાના સકારાત્મક મૂડમાં છે કારણ કે કોરોના કેસ ઘટી રહ્યા છે અને આગામી બે મહિનામાં શાળાકીય કામગીરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજની મીટિંગમાં એ પણ ચર્ચા કરવામાં આવી હતી કે ઓફલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટેની માર્ગદર્શિકા પણ તૈયાર કરવામાં આવશે.