ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા 1400 જેટલા નર્સિંગ સ્ટાફ ની બદલી કરવામાં આવી છે. આ ટ્રાન્સફરના ઓર્ડર જાહેર થયા બાદ અનેક નર્સિંગ કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી છે.
કર્મચારીઓની તાકીદના આધારે ટ્રાન્સફર ઓર્ડર જારી કરવામાં આવ્યા છે જેના અનુસંધાને કર્મચારીઓએ 15 દિવસ પહેલા અરજી કરી હતી. જ્યારે છેલ્લા 3 વર્ષથી ટ્રાન્સફર માટે જે કર્મચારીઓએ અરજી કરી છે, તેમને હજુ સુધી ટ્રાન્સફર ઓર્ડર મળ્યા નથી. સરકારની ભેદભાવભરી નીતિથી કેટલાક નારાજ કર્મચારીઓ રજૂઆત માટે ગાંધીનગર દોડી આવ્યા હતા.