Sat. Dec 7th, 2024

ગાંધીનગર / રાજ્યમાં ખેડૂતોને મળતા વીજ પુરવઠામાં વધારો કરવામાં આવ્યો

ગાંધીનગર : રાજ્યમાં ખેડૂતોને મળતા વીજ પુરવઠામાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના ઉર્જા પ્રધાન સૌરભ પટેલે કહ્યું કે 15 ઓગસ્ટે ખેડૂતોને 10.3 કરોડ યુનિટ વીજળીનું વિતરણ કરવામાં આવ્યું છે. રાજ્યના ખેડૂતોને અગાઉ દૈનિક 9.3 કરોડ યુનિટ વીજળી મળતી હતી.


આમ, ખેડૂતોને મળતી વીજળીમાં 1 કરોડ યુનિટનો વધારો થયો છે. હવે ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોને રોજ 8 કલાકને બદલે 10 કલાક વીજ પુરવઠો આપવામાં આવે છે. સામાન્ય સંજોગોમાં, ખેડૂતોને ખેતીવાડી ક્ષેત્રે સરેરાશ 6 થી 7 કરોડ યુનિટ વીજળીનો વપરાશ થયો છે.

 

Related Post

Verified by MonsterInsights