ગાંધીનગર : સર્વ શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ એન્જિનિયર લાંચ લેતા ઝડપાયા છે. નિપુણ ચોકસી સર્વ શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ એન્જિનિયર રૂ.1.21 લાખની લાંચ લેતા ઝડપાયા છે. નિપુણ ચોકસીએ કોન્ટ્રકટર પાસે બીલ મંજુર કરવા આ લાંચ માંગી હતી, જેને પગલે કોન્ટ્રકટરે એન્ટી કરપ્શન બ્યુરો નો સંપર્ક કરતા ACB સક્રિય થયું હતું.
ACB એ ગાંધીનગર ખાતે આવેલી સર્વ શિક્ષા અભિયાનની ઓફીસમાં જ છટકું ગોઠવીને સર્વ શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ એન્જિનિયર નિપુણ ચોકસીને રૂ.1.21 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા છે.