ગીર સોમનાથના કોડીનારના આલીદર ગામમાં સિંહોએ ધામા નાખ્યા છે. 1 સિંહણ અને 3 સિંહોને સ્થાનિકોએ કેમેરામાં કેદ કર્યાં છે અને ગીર જંગલ છોડીને સિંહ પરિવાર વાડી વિસ્તારમાં ધામા નાખ્યા છે.
નોંધપાત્ર વાત એ છે કે, છેલ્લા ઘણા સમયથી આલીદર ગામના ખેતરોમાં 10 થી વધુ સિંહો જોવા મળ્યા છે.
ગામના સીમ વિસ્તારમાં સિંહના આંટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે અને ખેડૂતો વાડીએ જતા પણ ડરી રહ્યા છે.
આ અગાઉ જૂનાગઢના દામોદર કુંડમાં સિંહો દેખાયા હતા. મોડી રાત્રે 2 સિંહો દામોદર કુંડ આવ્યા હતા. સીસીટીવીમાં પણ સિંહ દામોદર કુડની આસપાસ ફરતા જોવા મળ્યા હતા. કોરોનાને કારણે રાત્રિનું કર્ફ્યુ છે તેથી ગિરનાર જંગલથી દામોદર કુંડમાં સિંહો આરામથી ફરતા જોવા મળ્યા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.