ગીર સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવધિવેદ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ છે. વેહલી સવારથી જ સોમનાથ મહાદેવના દ્વારે ભાવિકોના ટોળા ઉમટ્યા હતા. મંદિર વેહલી સવારે 4 વાગ્યાથીજ ભાવિકો માટે ખુલ્લું મુકાયું હતું. ત્યારે તમામ વ્યવસ્થા ઉપરાંત લોકો ભક્તિમાં ભાન ભૂલ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા ત્યારે સોશ્યલ ડિસ્ટન્સ ના સદંતર અભાવ વચ્ચે ઘણા લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. ત્યારે કહી શકાય કે લોકો ભક્તી ભાન ભૂલ્યાની પરિસ્થિતિ સર્જાઈ છે.
સોમનાથ મંદિરમાં ઓનલાઈન અથવા ઓફલાઇન પાસ લીધા બાદ જ પ્રવેશ આપવામાં આવે છે. સાથેજ પ્રવેશ માટે માસ્ક પહેરવું ફરજિયાત રખાયું છે. મંદિરમાં પ્રવેશ દ્વાર પર જ ટેમ્પરેચર ગનથી ભવિકોનું તાપમાન સ્કેન કરીનેજ પ્રવેશ આપવાનું નક્કી કરાયું છે.
સાથેજ મંદિરમાં જતા પેહલા સેનેટાઈઝેશન કરવાની પણ ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. પણ લોકો કોરોના ગાઈડલાઇન્સ નો સદંતર ભંગ કરતા નજરે પડ્યા છે.
પોલીસ ના વારંવાર સૂચન બાદ પણ લોકોમાં ગાઈડલાઇન્સ બાબતે ઉદાસીનતા જોવા મળી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે શ્રાવણ માસને લઈને વિશેષ આયોજન રૂપે સોમનાથ મંદિરની ત્રણે આરતીમાં ભક્તોને પ્રવેશ નહિ આપવામાં આવે. સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તેવા હેતુથી આરતીમાં ભક્તોનો પ્રવેશ બંધ રખાયો છે. ત્યારે શ્રાવણના પ્રથમ દિવસે જ સૌ કોઈ મહાદેવને પ્રાર્થના કરી રહ્યા છે કે દેશ અને વિશ્વ કોરોના મહામારી માંથી સંપૂર્ણ પણે મુક્ત થાય અને જનજીવન પૂર્વવત થાય.